હાલમાં શુક્ર કુંભ રાશીમાં ગતિ કરી રહ્યા છે અને રાહુ પણ કુંભ રાશીમાં જ ભ્રમણ કરી રહ્યા છે. આશરે 18 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ યોગ ભૌતિક સુખ, ધન, વૈભવ, લક્ઝરી અને અચાનક મળતા અવસરોમાં વૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. ખાસ કરીને મીન, મિથુન, ધનુ અને વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે.

જ્યોતિષ મુજબ શુક્ર વૈભવ, પ્રેમ, કલા, સૌંદર્ય અને ઐશ્વર્યના કારક છે, જ્યારે રાહુ અચાનક લાભ, વિદેશી સંપર્ક, ટેક્નોલોજી અને રાજકીય ક્ષેત્રમાં પ્રગતિ કરાવનાર ગ્રહ છે. બંને સાથે આવે ત્યારે ભૌતિક સુખ-સુવિધાઓ અને આર્થિક તકમાં વધારો થવાની સંભાવના રહે છે.

શું છે શુક્ર-રાહુનો ખાસ યોગ?

વૈદિક પંચાંગ અનુસાર જ્યારે શુક્ર અને રાહુ એક જ રાશીમાં આવી યુતિ બનાવે છે, ત્યારે તેને ભૌતિક ઉન્નતિ આપનાર વિશેષ યોગ માનવામાં આવે છે. આ યોગ અચાનક ધનલાભ, ગ્લેમર, વિદેશી સંબંધો અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી સફળતા અપાવી શકે છે. જોકે રાહુ ભ્રમ અને લાલચ પણ વધારી શકે છે, તેથી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે આ સંયોગ સકારાત્મક રહેશે, કારણ કે શુક્ર તમારી રાશિના સ્વામી છે. આ યોગ કર્મ ભાવમાં બની રહ્યો હોવાથી આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. રોકાણમાંથી લાભ, અટકેલા પૈસા મળવાની શક્યતા અને કારકિર્દીમાં વૃદ્ધિના યોગ છે. બિઝનેસ કરનારને વિદેશી અથવા ઓનલાઇન માધ્યમથી લાભ મળી શકે છે.

મિથુન રાશિ

આ સંયોગ ભાગ્ય સ્થાને બનતો હોવાથી કારકિર્દી અને વ્યવસાયમાં નવી દિશા આપી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. માર્કેટિંગ, મીડિયા, આઈટી અને કમ્યુનિકેશન ક્ષેત્રના લોકો માટે લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વિદેશ યાત્રાના યોગ બની શકે છે.

ધન રાશિ

આ યોગ ત્રીજા ભાવમાં બની રહ્યો હોવાથી સાહસ અને આત્મવિશ્વાસ વધશે. સંપત્તિ, વાહન અથવા રોકાણથી લાભના સંકેત છે. પરિવારના સહયોગથી મોટા આર્થિક નિર્ણયો સફળ થઈ શકે છે. રોકાણ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી શ્રેયસ્કર રહેશે.

મીન રાશિ

મીન રાશિ માટે આ સંયોગ 12મા ભાવમાં બની રહ્યો છે, જે આત્મવિશ્વાસ અને આકર્ષણમાં વધારો કરી શકે છે. કારકિર્દીમાં ઓળખ વધશે અને આવકમાં વધારો થવાની શક્યતા છે. કલા, ડિઝાઇન, ફિલ્મ, ફેશન અથવા ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ યોગ ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Yuti Drishti Yog 2026 : સૂર્ય-શનિની ખતરનાક યુતિ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)