પંચાંગ મુજબ 15 મે 2026ના રોજ સૂર્ય દેવ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ મેષ, સિંહ અને કન્યા રાશિના લોકો માટે આ ગોચર ખાસ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન કરિયર, ધન, પદ-પ્રતિષ્ઠા અને પારિવારિક જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.

સૂર્ય દેવ 15 મેના રોજ સવારે 6 વાગ્યાને 22 મિનિટે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને 15 જૂન સુધી ત્યાં વિરાજમાન રહેશે. સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર અનેક લોકોના જીવનમાં નવી ઊર્જા અને આત્મબળ લઈને આવી શકે છે. આ દરમિયાન લોકો પોતાના લક્ષ્યો પ્રત્યે વધુ ગંભીર અને સક્રિય બની શકે છે.

મેષ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો માટે આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના ધન ભાવમાં ગોચર કરશે. સાથે જ સૂર્ય તમારી રાશિના પંચમ ભાવના સ્વામી છે. આ દરમિયાન અચાનક ધનલાભ થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં અટકેલા કામોમાં ગતિ આવશે.

પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. રોકાણથી પણ લાભ મળવાની સંભાવના છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે નવા કોર્સમાં પ્રવેશ મેળવવાની તક પણ બની શકે છે.

સિંહ રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે, તેથી આ ગોચર તમારા માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન કરિયરમાં પ્રગતિના સંકેતો મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે.

સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા છે. વેપારીઓ માટે મોટી બિઝનેસ ડીલ અને વ્યવસાયનો વિસ્તાર કરવાની તક મળી શકે છે.

કન્યા રાશિ પર સૂર્ય ગોચરનો પ્રભાવ

કન્યા રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ભાગ્યનો સાથ અપાવનાર સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્ય દેવ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં ગોચર કરશે. આ દરમિયાન વિદેશ યાત્રા અથવા લાંબી મુસાફરીના યોગ બની શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. કરિયરમાં નવી તક મળશે અને વેપારમાં વિસ્તરણ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બની શકે છે.

આ પણ વાંચો: Indra Yog 2026: આ રાશિની પ્રગત્તિ પાકી, ખુબજ શુભ પ્રભાવશાળી ઇન્દ્ર યોગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)