માનવામાં આવે છે કે યોગ્ય સમયે યોગ્ય યોગ સક્રિય થઈ જાય તો વ્યક્તિને દરેક કામમાં સફળતા મળવા લાગે છે. ચાલો જાણીએ એવા મુખ્ય યોગો વિશે, જે જીવનમાં સિદ્ધિ અને વિકાસનો આધાર બને છે.

ગજકેસરી યોગ

સૌ પ્રથમ ગજકેસરી યોગની વાત કરીએ. જ્યારે ચંદ્રથી કેન્દ્ર સ્થાનો (પ્રથમ, ચોથા, સાતમા અથવા દસમો ભાવ)માં ગુરુ સ્થિત હોય ત્યારે આ યોગ બને છે. ગજકેસરી યોગ બુદ્ધિ, યશ, આર્થિક મજબૂતી અને સામાજિક પ્રતિષ્ઠા આપે છે. આ યોગ ધરાવનાર વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ હોય છે.

રાજયોગ

રાજયોગને સફળતાનો સૌથી મોટો યોગ માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ ભાવોના સ્વામી એકબીજા સાથે સંબંધ બનાવે ત્યારે રાજયોગ સર્જાય છે. આ યોગ વ્યક્તિને ઉચ્ચ પદ, સત્તા, નેતૃત્વ અને જીવનમાં મોટું સ્થાન અપાવે છે.

ધનયોગ 

ધનયોગ પણ દરેક કાર્યમાં સફળતા માટે ખૂબ મહત્વનો છે. જ્યારે દ્વિતીય, પંચમ, નવમ અને એકાદશ ભાવોના સ્વામી મજબૂત સ્થિતિમાં હોય અને પરસ્પર સંબંધ બનાવે ત્યારે ધનયોગ બને છે. આ યોગથી આર્થિક સ્થિરતા મળે છે અને આવકના સતત અવસર પ્રાપ્ત થાય છે.

બુધાદિત્ય યોગ

બુધાદિત્ય યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશીમાં સ્થિત હોય. આ યોગ બુદ્ધિ, વાણી, વેપાર અને પ્રશાસનિક ક્ષમતાને મજબૂત કરે છે. આવા યોગ ધરાવનાર લોકો અભ્યાસ, નોકરી અને વ્યવસાયમાં ઝડપથી સફળતા મેળવે છે.

ચંદ્ર-મંગળ યોગ

આ ઉપરાંત ચંદ્ર-મંગળ યોગ સાહસ, પરાક્રમ અને ધન કમાવવાની ક્ષમતા વધારે છે. આ યોગ વ્યક્તિને મહેનતી અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત બનાવે છે.

જ્યોતિષ મુજબ, જન્મકુંડળીમાં આ યોગો હાજર હોય તો વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા, આત્મવિશ્વાસ અને સતત પ્રગતિનું આશીર્વાદ મળે છે. જોકે, યોગોના ફળ ગ્રહોની દશા અને ગોચર પર પણ નિર્ભર કરે છે. યોગ્ય માર્ગદર્શન અને સકારાત્મક કર્મો આ યોગોના પ્રભાવને વધુ મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો: Mahashivratri 2026 : મહાશિવરાત્રિએ બાબા મહાકાલ મંદિરમાં 6 ફેબ્રુઆરીથી 9 દિવસનો ઉત્સવ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)