તેઓ જ્ઞાન, ધન, સંતાન, લગ્ન, ધાર્મિકતા અને સદભાગ્યના કારક ગણાય છે. વ્યક્તિના જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન લાવવામાં ગુરુ ગ્રહની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પરંતુ જ્યારે ગુરુ અસ્ત થાય છે, ત્યારે તેમની શુભ શક્તિમાં ઘટાડો થતો હોવાનું જ્યોતિષમાં માનવામાં આવે છે. જુલાઈ 2026માં ગુરુ કર્ક રાશિમાં અસ્ત થતાં તેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકોના જીવન પર જોવા મળી શકે છે.
ગુરુ અસ્તનો સમય અને તેનું મહત્વ
જ્યોતિષીય ગણતરી મુજબ દેવગુરુ બૃહસ્પતિ 15 જુલાઈ 2026ના રોજ કર્ક રાશિમાં અસ્ત થયા છે અને 12 ઑગસ્ટ 2026 સુધી અસ્ત અવસ્થામાં રહેશે. આ સમયગાળા દરમિયાન ગુરુની શુભ દૃષ્ટિ અને સકારાત્મક અસર ઓછી થઈ જાય છે, એવી માન્યતા છે. તેથી આ દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, નવા ઘરનું નિર્માણ, મુંડન, યજ્ઞ અથવા અન્ય મોટા ધાર્મિક અને માંગલિક કાર્યો કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સમયમાં શરૂ કરાયેલા શુભ કાર્યોનું પૂર્ણ ફળ મળવામાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે.
તમામ રાશિઓ પર અસર
ગુરુ અસ્તનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
વૃશ્ચિક અને મીન રાશિ:
આ રાશિના લોકોને કાર્યસ્થળ પર પડકારોનો સામનો કરવો પડી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ અથવા સહકર્મચારીઓ સાથે મતભેદ થવાની શક્યતા રહે છે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવાની જગ્યાએ ધીરજ અને સમજદારીથી આગળ વધવું વધુ યોગ્ય રહેશે.
મકર અને સિંહ રાશિ:
આર્થિક બાબતોમાં થોડું સંયમ રાખવાની જરૂર પડશે. અનાવશ્યક ખર્ચ વધી શકે છે અને બચત પર અસર પડી શકે છે. મોટા રોકાણ, ઉધાર અથવા જોખમી નાણાકીય નિર્ણયો લેતા પહેલાં સારી રીતે વિચારવું જરૂરી રહેશે.
ગુરુ અસ્ત દરમિયાન કરવાના ઉપાયો
જ્યોતિષ અનુસાર ગુરુ અસ્તના સંભવિત નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે કેટલાક સરળ ઉપાયો લાભદાયી માનવામાં આવે છે.
દરરોજ ભગવાન વિષ્ણુ અથવા દેવગુરુ બૃહસ્પતિની ભક્તિભાવથી પૂજા કરો.
"ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરુવે નમઃ" મંત્રનો નિયમિત જાપ કરો.
પીળી ચણાની દાળ, ગોળ, હળદર, કેળા અથવા પીળા રંગના કપડાંનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
ગુરુવારે ઉપવાસ રાખવો અને જરૂરિયાતમંદ લોકોને પીળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ શુભ ફળ મળવાની માન્યતા છે.
વડીલો, ગુરુજનો અને શિક્ષકોનો આદર કરવો તથા ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો પણ ગુરુને પ્રસન્ન કરનાર માનવામાં આવે છે.
આ પણ વાંચો: Chaturmas 2026: 120 દિવસ યોગનિંદ્રામાં રહેશે ભગવાન વિષ્ણુ, ચાતુર્માસમાં શુભ કાર્યો નહી થાય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)