ગુરુ (બૃહસ્પતિ) જ્ઞાન, બુદ્ધિ, ધર્મ, નૈતિકતા, ભાગ્ય, સંતાન અને ધનનું પ્રતિક છે. રાહુ-કેતુ ભ્રમ, ગૂંચવણ, ખોટી દિશા અને અસામાન્ય વિચારો દર્શાવે છે. જ્યારે રાહુ અથવા કેતુ ગુરુને અસર કરે છે, ત્યારે ગુરુના શુભ ગુણોમાં વિકૃતિ આવે છે. પરિણામે વ્યક્તિ પાસે જ્ઞાન હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને નૈતિકતા ન હોઈ શકે.

ગુરુ ચાંડાલ યોગના પ્રભાવ

નિર્ણય લેવામાં ગૂંચવણ થાય. શિક્ષણ અને કારકિર્દીમાં અવરોધ આવે. આર્થિક અસ્થિરતા અથવા અચાનક નુકસાન થવા લાગે. ખોટી માન્યતાઓ અને ભ્રમજનક વિચારધારા. માન-સન્માન અને પ્રતિષ્ઠા પર અસર. સંતાન અથવા લગ્ન સંબંધિત વિલંબ અને સમસ્યાઓ

શું આ યોગ હંમેશા અશુભ હોય છે?

નહીં. તેનો પ્રભાવ આ બાબતો પર આધાર રાખે છે ગુરુ અને રાહુ/કેતુ કયા ભાવમાં છે, ગુરુ ગ્રહની શક્તિ કેવી છે , શુભ ગ્રહોની દૃષ્ટિ ક્યા છે તેમજ સમગ્ર કુંડળીનું સંતુલન. કેટલાક કિસ્સાઓમાં આ યોગ વ્યક્તિને અસામાન્ય બુદ્ધિ, અલગ પ્રકારની સફળતા અથવા આધ્યાત્મિક ઉન્નતિ પણ આપી શકે છે.

ઉપાય

ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિની પૂજા કરો

કાલસર્પ દોષ શું છે?

જ્યોતિષ શાસ્ત્રમાં કાળસર્પ દોષ એક ખાસ યોગ માનવામાં આવે છે. જ્યારે જન્મકુંડળીમાં બધા ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જાય, ત્યારે કાલસર્પ દોષ બને છે. એટલે કે કુંડળીના એક ભાગમાં રાહુ અને સામે કેતુ હોય અને બાકીના બધા ગ્રહો તેમના વચ્ચે સ્થિત હોય.

કાલસર્પ દોષ કેવી રીતે બને છે?

રાહુ અને કેતુ હંમેશા એકબીજાના સામે (180 ડિગ્રી પર) હોય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ બધા રાહુ-કેતુની ધરી વચ્ચે આવે. ત્યારે કુંડળીમાં કાલસર્પ દોષ રચાય છે

કાલસર્પ દોષના પ્રભાવ

જીવનમાં વારંવાર અવરોધો અને સંઘર્ષ. મહેનત પ્રમાણે પરિણામ ન મળવું. નોકરી અને વ્યવસાયમાં ઉતાર-ચઢાવ. માનસિક તણાવ, ભય અને અસ્થિરતા. સંબંધોમાં ગેરસમજ. ધનહાનિ અથવા અચાનક નુકસાન

આ પણ વાંચો: Palmistry: હથેળી જોઇને જાણો ક્યાં ક્ષેત્રમાં મળશે સફળતા, આ જાતકોની સરકારી નોકરી પાકી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)