વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્ઞાન, ધન, સંતાન, વિવાહ અને કિસ્મત માટે દેવ ગુરૂ બૃહસ્પતિને જવાબદાર માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિ 9 જુલાઇઅ મિથુન રાશિમાં ઉદીત થઇ રહ્યા છે. 18 ઓક્ટોબર સુધી ગુરૂ ઉદિત રહેશે અને આ જ સ્થિતિમાં તેઓ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂના મિથુન રાશિમાં ઉદિત થવાથી કેટલીક રાશિને ફાયદો થશે. ગુરૂનો ઉદય થવાથી આ રાશિના જીવનમાં ખુબજ સુખ આવશે. ભાગ્યનો ઉદય થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોની કુંડળીમાં દેવ ગુરૂ છઠ્ઠાભાવમાં ઉદિત થશે. ગુરૂની દૃષ્ટી હાલમાં દશમ, દ્વાદશ અને ધન ભાવ પર પડી રહી છે. આ સાથે શનિદેવ ત્રીજા સ્થાને આ રાશિના બારમાં ભાવમાં દૃષ્ટી કરી રહ્યા છે. આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે. મુશ્કેલીમાં રાહત મળશે.
ધન રાશિ
આ રાશિના લોકો માટે, ગુરુનો ઉદય ઘણા ક્ષેત્રોમાં અનુકૂળ અસર કરી શકે છે. આ રાશિમાં, ગુરુ સાતમા ભાવમાં ઉદય પામ્યો છે અને તેની દ્રષ્ટિ અગિયારમા, લગ્ન અને ત્રીજા ભાવ પર પડી રહ્યા છે. આ રાશિના જાતકોમાં સર્જનાત્મકતા અને જ્ઞાનમાં વધારો થઈ શકે છે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે તેમજ સંપત્તિમાં વધારો થઈ શકે છે. તમારા કાર્યમાં અવરોધો દૂર થઈ શકે છે.
કુંભ રાશિ
દેવગુરુ ગુરુનો ઉદય થશે અને પાંચમા ભાવમાં રહેશે. આ સાથે, ગુરુની દૃષ્ટિ નવમા ભાવ, અગિયારમા ભાવ અને લગ્ન ભાવ પર પડી રહી છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને શિક્ષણ ક્ષેત્રે ઘણો લાભ મળી શકે છે. નોકરી અને વેપાર ધરાવતા લોકોને લાભ મળી શકે છે.