દ્રિક પંચાંગ અનુસાર, 20 એપ્રિલ 2026, સોમવારે સાંજે 4:43 વાગ્યે ગુરુ ગ્રહ પુનર્વસુ નક્ષત્ર માં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે પુનર્વસુ નક્ષત્રના સ્વામી પોતે ગુરુ છે, એટલે તેને સ્વ-નક્ષત્ર ગોચર માનવામાં આવે છે. આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ વધુ મજબૂત બને છે અને શુભ પરિણામ મળવાની શક્યતા વધી જાય છે. જ્ઞાન, ધન, કરિયર અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. ઘણા લોકો માટે આ સમય નવી તક અને પ્રગતિ લાવી શકે છે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આ ગોચર રાહત આપનાર સાબિત થઈ શકે છે. જૂની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે અને દેવાનો ભાર ઓછો થઈ શકે છે. નવા કામના અવસર મળશે અને જવાબદારીઓ વધશે, જે પ્રગતિ માટે સારો મોકો આપશે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ સમય નવી શક્યતાઓ લઈને આવી શકે છે. અટકેલા કામ પૂરાં થવા લાગશે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. સંબંધોમાં સુધારો આવશે અને આસપાસના લોકોનો સહકાર મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાગ્યશાળી બની શકે છે. કરિયરમાં પ્રગતિ થશે અને મહેનતનું ફળ મળશે. પરિવારમા ખુશીનો માહોલ રહેશે. રોકાણથી લાભ મળી શકે છે અને જૂના વિવાદો સમાધાન થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે આ સમય સ્થિરતા અને સફળતા લાવી શકે છે. અટકેલા પૈસો મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. સમાજમાં માન-સન્માન વધશે અને નવી ભાગીદારીથી લાભ મળશે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન ખુશ રહેશે.

આ પણ વાંચો: Shukra Gochar: સુપર પાવરફુલ બનશે વૈભવકારક શુક્ર દેવ, આ રાશિના જીવનમાં થશે ચમત્કાર

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)