આ દિવસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રત પર ભગવાન શિવની પૂજા કરવાથી બધા દુઃખ દૂર થાય છે. આ વ્રત ગુરુવારે હોવાથી, તેને "ગુરુ પ્રદોષ" કહેવામાં આવશે, જે સુખ, સૌભાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાસ મહત્વપૂર્ણ છે.
1 જાન્યુઆરીને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વપૂર્ણ દિવસ
નવા વર્ષ 2026ની પહેલી તારીખ એટલે 1 જાન્યુઆરીને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ગુરુ પ્રદોષનું મહાસંયોગ બની રહ્યો છે, જે જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુરુ પ્રદોષનો સમય ભગવાન શિવ અને વિષ્ણુની કૃપાનું પ્રતિક છે અને આ સમયે કરવામાં આવેલા વ્રત, પૂજા અને શુભ કાર્યોનો ફળ અનેક ગણો વધી જાય છે.
ભગવાન શિવની પૂજા વિશેષ અસરકારક
ગુરુ પ્રદોષ દરમિયાન ભગવાન શિવની પૂજા વિશેષ અસરકારક માનવામાં આવે છે. સાથે જ આ દિવસે કરેલા દાન, મંત્રજાપ અને ધાર્મિક અનુષ્ઠાનો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે આ દિવસે કેટલીક ભૂલો કરવાથી શુભ અસર ઘટી શકે છે અને નકારાત્મક પરિણામો પણ આવી શકે છે.
સૌથી મોટી ભૂલ એ હોય છે કે લોકો આ દિવસે ઝઘડો અને નકારાત્મક વિચારધારા સાથે દિવસની શરૂઆત કરે છે. આવું કરવાથી ગુરુ પ્રદોષનું મહાત્મ્ય અસરગ્રસ્ત થાય છે. સાથે જ અયોગ્ય સમયે પૂજા કરવી, મંત્રનો સાચો ઉચ્ચાર ન કરવો અથવા વ્રત અધુરો છોડી દેવું પણ અશુભ માનવામાં આવે છે.
નિષ્ણાતોની સલાહ છે કે ગુરુ પ્રદોષના સમયે સફાઈ અને શાંતિ સાથે પૂજા કરવી, ભગવાન શિવ અને વિષ્ણુનું ધ્યાન લગાવીને વ્રત રાખવુ અને શક્ય હોય તો આ દિવસે કોઈ ધર્મશાળા અથવા મંદિરમાં જઈને દાન આપવું. આ દિવસે યોગ્ય પાલન કરવાથી નવા વર્ષની શરૂઆત શુભ થાય છે માનસિક શાંતિ, આર્થિક સ્થિરતા અને પરિવારમાં સૌહાર્દ્ય પણ વધે છે.
નવા વર્ષની પહેલી સવારનું ગુરુ પ્રદોષ મહાસંયોગ જીવનમાં સકારાત્મક ઊર્જા અને સફળતાનું દ્વાર ખોલે છે. તેથી આ દિવસે ધ્યાન રાખો કે ભૂલો ન થાય અને દરેક કાર્ય શ્રદ્ધા અને સત્યતા સાથે કરવું. આવું કરવાથી વર્ષ 2026 તમારા માટે સુખ, સમૃદ્ધિ અને આનંદ લાવશે.
આ પણ વાંચો: Five Planet Conjunction : પાંચ ગ્રહ સાથે મળતા રચાશે શક્તિશાળી પંચગ્રહી યોગ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)