ઓગસ્ટ મહિનામાં અનેક તહેવાર આવવાના છે તો સાથે ગ્રહ ગોચરની દૃષ્ટીએ પણ આ મહિનો ખાસ છે. આ દરમિયાન અનેક ગ્રહો રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરશે સાથે આ મહિનામા અનેક રાજયોગનું નિર્માણ થશે જે ખુબજ પ્રભાવશાળી રહેશે. ગજલક્ષ્મી રાજયોગ અને નારાયણ રાજયોગ રચાશે.
આ મહિનાની શરૂઆતમાં ગુરૂ અને શુક્રની મિથુન રાશિમાં યુતિથી ગજલક્ષ્મી રાજયોગ થશે તો 20 ઓગસ્ટે શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લક્ષ્મી નારાયણ રોજયોગનું નિર્માણ થશે.
લક્ષ્મી નારાયણ યોગ ક્યારે રચાય?
લક્ષ્મી નારાયણ યોગ ત્યારે થાય જ્યારે બુધ અને શુક્ર ગ્રહ એક જ રાશિમાં યુતિ કરશે. બુધને વાણી, વેપાર અને વાતચીતનો કારક માનવામાં આવે છે જ્યારે શુક્રને ધન, વૈભવ, કળા અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.
ગજલક્ષ્મી યોગ
ગજલક્ષ્મી યોગ જેને રાજયોગ કહેવામાં આવે છે તે કુંડળીમાં ગુરૂ અને ચંદ્રમા સાથે આવવાથી રચાય છે. આ યોગ વ્યક્તિને ધન, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ અપાવે છે.
મિથુન રાશિ
મિથુન રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ રચાઇ રહ્યો છે. આ યોગથી તમને દરેક ક્ષેત્રે લાભ મળશે. જીવનમાં ખુશીઓ આવશે. રોકાણથી લાભ થશે. અટવાયેલા કામ થવા લાગશે. કાર્યસ્થળે તમારા કામની કદર થશે. આ સમય તમારા માટે ખુબ સારો રહેશે.
કર્ક રાશિ
21 ઓગસ્ટે શુક્ર કર્ક રાશિમાં ગોચર થશે જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થાય છે. આર્થિક ક્ષેત્રે લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. સંબંધોમાં સુધારો આવશે. જીવનમાં શાંતિ આવશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. માનસિક તણાવ ઓછો થશે. જીવનમાં મુશ્કેલી ટળશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )