26 જુલાઈના રોજ, ગુરુ અને શુક્રની મિથુન રાશિમાં યુતિ થઇ હતી, 21 ઓગસ્ટથી ગુરૂ-શુક્ર યુતિ ભંગ થશે . શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. જોકે, ગુરુ દેવ 18 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ગુરુ અને શુક્ર બંને મહત્વપૂર્ણ ગ્રહો છે. તેથી, આ બંનેની યુતિ તમામ રાશિ પર ખૂબ અસર કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે ગુરુને દાન, જ્ઞાન, ભાગ્ય, સંતાન, લગ્ન અને સંપત્તિનો દાતા માનવામાં આવે છે, ત્યારે શુક્ર ગ્રહ સુખ, પૈસા અને સંબંધો સાથે સંબંધિત છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોને લાભ થવાની પ્રબળ શક્યતા છે. ખર્ચ પર નિયંત્રણ રાખવાના પ્રયાસોમાં સફળ થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જો તમે ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો 21 ઓગસ્ટ પછી કોઈપણ નિર્ણય લો. નાણાકીય બાબતોમાં સ્થિરતાને કારણે માનસિક શાંતિ મળશે. આવક વધશે.

ધન રાશિ

ગુરુ અને શુક્રની યુતિ તૂટવાથી ધન રાશિના લોકોને નાણાકીય લાભ મળવાની શક્યતા છે. જો કે ઉતાવળમાં કોઈપણ કામ કરવાનું ટાળો. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો, નોકરી કરતા લોકોને લાંબા અંતરની મુસાફરી કરવાની તક મળશે. જોકે આ યાત્રા કામ સાથે જોડાયેલી હશે, પરંતુ આ સમય દરમિયાન તમને ઘણું શીખવા મળશે. નાણાકીય કટોકટીનો ઉકેલ આવશે.

મીન રાશિ

સિંહ અને ધન રાશિ સિવાય, 21 ઓગસ્ટ પછી મીન રાશિના લોકો માટે સફળતાના દરવાજા ખુલશે. કારકિર્દીને લઈને ચાલી રહેલ તણાવ સમાપ્ત થશે, કારણ કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તમારી સાથે રહેશે. જેમનો પોતાનો વ્યવસાય છે, તેમના નફામાં વધારો થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નોકરી કરતા લોકોને સારી રીતે વિચારીને કરેલા રોકાણથી નાણાકીય લાભ મળશે. 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)