વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહો એક નિશ્ચિત સમય બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો તથા દેશ દુનિયામાં જોવા મળે છે. ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. એવામાં કોઇને કોઇ ગ્રહ સાથે યુતિ કે પછી સંયોગ બનાવે છે. એવી જ રીતે ગુરુનો સંયોગ આ વખતે સૂર્ય સાથે થઇ રહ્યો છે. જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઇ રહી છે.

અર્ધકેન્દ્ર યોગનું થશે નિર્માણ 

કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે સૂર્ય સિંહ જ્યારે ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. એવામાં સૂર્ય-ગુરુના સંયોગથી અર્ધકેન્દ્ર યોગ કેટલીક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. ત્યારે આવો જાણીએ કઇ છે તે રાશિ.

વૈદિક પંચાગ અનુસાર 24 ઓગષ્ટે બપોરે 2 વાગેને 22 મિનિટે સૂર્ય- ગુરુ એકબીજાથી 45 ડિગ્રી પર હશે. જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઇ રહ્યુ છે. આ સમયે ગુરુ પોતાના મિત્ર ગ્રહની રાશિ મિથુન અને સૂર્ય સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. એવામાં આ બંને સંયોગ અનેક રાશિની કિસ્મત ચમકાવી શકે છે.

મિથુન રાશિ

  • આ રાશિના લોકો માટે સૂર્ય-ગુરુનું અર્ધ-કેન્દ્ર ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. ગુરુ આ રાશિના લગ્ન સ્થાને છે અને સૂર્ય ત્રીજા ઘરમાં છે.
  • આ રાશિના લોકોને અપાર સફળતા તેમજ ઘણા ક્ષેત્રોમાં પૈસાનો લાભ મળી શકે છે.
  • જો તમે કામ માટે સખત મહેનત કરી રહ્યા છો, તો તમને હવે તેમાં સફળતા મળી શકે છે.
  • સમાજમાં માન-સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે.
  • કોર્ટ, સરકાર અને વહીવટના કાર્યોમાં અપાર સફળતા મળી શકે છે.
  • સામાન્ય રીતે સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોઈ શકો છો.
  • તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે.

કર્ક રાશિ

  • આ રાશિના લોકો માટે ગુરુ-સુર્યનું અર્ધ-કેન્દ્ર ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.
  • આવકમાં ઝડપી વધારો થઈ શકે છે.
  • પરિવાર સાથે સારો સમય પસાર થશે.
  • અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.
  • પ્રેમ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે.
  • તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકો છો.
  • તમારા પિતા સાથે સારા સંબંધો વિકસાવશો.

તુલા રાશિ

  • આ રાશિના લોકો માટે સૂર્ય-ગુરુનું અર્ધ-કેન્દ્ર ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.
  •  આ રાશિના લોકોનું લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે.
  • આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે.
  • આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે.
  • વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઘણી સફળતા મળી શકે છે.
  • પદ અને પ્રતિષ્ઠામાં પણ ઝડપથી વધારો થઈ શકે છે.
  • તમને તમારા પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.
  • તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )