દ્રિક પંચાંગ મુજબ, ગુરુ 2 જૂનના રોજ કર્ક રાશીમાં પ્રવેશ કરશે અને 31 ઑક્ટોબર સુધી ત્યાં જ રહેશે. આ દરમિયાન કેટલીક રાશિઓના જીવનમાં મોટા બદલાવ જોવા મળશે. ખાસ કરીને 3 રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમની કિસ્મત આ સમયગાળા દરમિયાન ચમકી શકે છે.

હંસ મહાપુરુષ રાજયોગ શું છે?

વેદિક જ્યોતિષ અનુસાર, હંસ રાજયોગ ખૂબ જ શુભ યોગ છે અને તે પંચ મહાપુરુષ યોગોમાંનો એક છે. જ્યારે કુંડળીમાં બૃહસ્પતિ (ગુરુ) મજબૂત સ્થિતિમાં હોય છે, ત્યારે આ યોગ બને છે. ખાસ કરીને જ્યારે ગુરુ પોતાની રાશિ ધનુ અથવા મીનમાં હોય અથવા પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં હોય અને કુંડળીના કેન્દ્ર ભાવમાં સ્થિત હોય, ત્યારે હંસ રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિને માન-સન્માન, ધન, જ્ઞાન અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

કર્ક રાશિ (Cancer)

આ સમય દરમિયાન બૃહસ્પતિ તમારી જ રાશીમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે, તેથી તમને સૌથી વધુ લાભ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને કારકિર્દીમાં સારી પ્રગતિ થશે. લગ્નની રાહ જોતા લોકો માટે સારા સંબંધો આવી શકે છે. વ્યવસાયમાં લાભ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે. આવકમાં વધારો થવાના સંકેતો છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)

વૃશ્ચિક રાશિના લોકો માટે આ યોગ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અચાનક ધનલાભના અવસર મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને કારકિર્દીમાં નવા અવસર મળશે. નોકરીમાં બદલાવ અથવા નવી નોકરી મળવાના યોગ છે. વેપારીઓને સારો નફો મળી શકે છે. જૂના કર્જમાંથી રાહત મળશે અને કાનૂની મામલાઓમાં પણ સફળતા મળી શકે છે.

મીન રાશિ (Pisces)

મીન રાશિના લોકો માટે આ સમય ખુશખબર લઈને આવી શકે છે. આવકમાં સારો વધારો જોવા મળશે. ઘર અથવા વાહન ખરીદવાના યોગ બની શકે છે. લગ્ન સંબંધિત બાબતોમાં સફળતા મળશે. જો તમે નવું કામ શરૂ કરવા માંગો છો, તો આ સમય અનુકૂળ રહેશે. વિદેશ જવાની અથવા ત્યાં નોકરી મળવાની શક્યતા પણ છે. પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે.

આ પણ વાંચો: Navpancham Drishti Yog: આ રાશિ માટે લકી રહેશે ગુરૂ-વરૂણનો નવપંચમ દૃષ્ટિ યોગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)