આ દિવસે ભગવાન હનુમાન ની પૂજા-ઉપાસના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં હનુમાનજીને ભગવાન રામ ના સૌથી મોટા ભક્ત અને અપરંપાર શક્તિના પ્રતિક તરીકે વર્ણવાયા છે. તેઓ સાહસ, સમર્પણ અને અડગ વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.
હનુમાનજીની પૂજા કરવાથી ભય, બીમારી અને નકારાત્મકતા દૂર થાય
માન્યતા છે કે હનુમાનજીની પૂજા કરવાથી ભય, બીમારી અને નકારાત્મકતા દૂર થાય છે અને વ્યક્તિને જીવનમાં સાચી દિશા મળે છે. આજના સમયમાં લોકો અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે હનુમાનજી સાથે જોડાયેલી કથાઓ આપણને હિંમત અને સકારાત્મક વિચારધારા આપે છે. આ માત્ર પૌરાણિક કથાઓ જ નથી, પરંતુ જીવનને સમજવા અને આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે. હનુમાન જયંતિના અવસરે તેમની કેટલીક વિશેષ શક્તિઓ અને તેમાંથી મળતી શિખામણ સમજીએ.
1. ભક્તિ જ સૌથી મોટી શક્તિ
હનુમાનજીનું જીવન દર્શાવે છે કે સચ્ચી ભક્તિથી કોઈપણ મુશ્કેલી પાર કરી શકાય છે.
2. સાહસ અને સમજદારી – પર્વત ઉઠાવવાની કથા
જ્યારે લક્ષ્મણજી બેભાન થઈ ગયા હતા, ત્યારે તેમને બચાવવા માટે સંજીવની બૂટી લાવવી જરૂરી હતી. હનુમાનજીને સાચી જડીબુટી ઓળખી ન શકતા, તેમણે આખો પર્વત જ ઉઠાવી લાવ્યો. આ બતાવે છે કે મુશ્કેલ સમયમાં હિંમત અને યોગ્ય નિર્ણય કેટલો મહત્વનો છે.
3. આત્મવિશ્વાસ – સમુદ્ર પાર કરવો
લંકા જવા માટે હનુમાનજીએ એક જ કૂદકે સમુદ્ર પાર કર્યો હતો. તેમણે નિર્ભય બનીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યા. આ કથા શીખવે છે કે મજબૂત આત્મવિશ્વાસ હોય તો મોટીથી મોટી મુશ્કેલી પણ સરળ બની જાય છે.
4. બુદ્ધિ અને ચાતુર્ય – લંકામાં પ્રવેશ
જ્યારે હનુમાનજી લંકામાં પહોંચ્યા, ત્યારે તેમણે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને માતા સીતાને શોધી હતી. તેમણે પોતાની બુદ્ધિથી દરેક પડકારનો સામનો કર્યો અને યોગ્ય સમયે યોગ્ય પગલું લીધું. આથી સમજ મળે છે કે શક્તિ સાથે બુદ્ધિ પણ એટલી જ જરૂરી છે.
5. અન્યાય સામે ઉભા રહેવું – લંકા દહન
હનુમાનજીએ રાવણના અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો અને આખી લંકાને આગ લગાવી દીધી. આ બતાવે છે કે ખોટા સામે ક્યારેય ચૂપ ન રહેવું જોઈએ અને સત્ય માટે ઉભા રહેવું જોઈએ.
આ પણ વાંચો: Venus Transit: 19 એપ્રિલે શુક્રનું મહાગોચર, માલવ્ય રાજયોગ કરી દેશે માલામાલ!
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)