માન્યતા છે કે જે ભક્ત ખરા મનથી બજરંગબલીની ઉપાસના કરે છે, તેની તમામ મનકામનાઓ પૂર્ણ થાય છે અને તેનું જીવન સુખમય બની જાય છે. બજરંગબલીની ઉપાસના માટે મંગળવાર અને હનુમાન જયંતિનો દિવસ સૌથી શુભ માનવામાં આવે છે. 2 એપ્રિલે હનુમાન જયંતિ છે. આ ખાસ દિવસે જાણો કે બજરંગબલીને કઈ કઈ વસ્તુઓ પ્રિય છે અને કેવી રીતે તેમને પ્રસન્ન કરી શકાય.

હનુમાનજીને ભગવાન રામ સૌથી પ્રિય છે. કહેવાય છે કે જ્યાં પણ રામનામનો જપ થાય છે, ત્યાં હનુમાનજી પોતે જ ઉપસ્થિત થાય છે.

હનુમાનજીને બૂંદી અને શુદ્ધ દેશી ઘીમાં બનેલા બેસનના લાડુ ખૂબ જ પ્રિય છે. તેથી હનુમાન જયંતિના દિવસે આ વસ્તુઓનો ભોગ જરૂર અર્પણ કરો.

હનુમાનજીને તુલસી ખૂબ પ્રિય છે, તેથી ભોગ તરીકે તુલસીના પાન જરૂર અર્પણ કરો. પૌરાણિક કથાઓ અનુસાર માતા સીતા એ હનુમાનજીની ભૂખ શાંત કરવા માટે તેમને તુલસીના પાન ખવડાવ્યા હતા.

પાનનુ બીડુ પણ હનુમાનજીને પ્રિય છે. જો જીવનમાં મુશ્કેલીઓ હોય તો કાથો અને ગુલકંદવાળુ મીઠુ પાન અર્પણ કરો, જેથી સમસ્યાઓ દૂર થાય.

આટા અને ગોળથી બનેલો મીઠો રોટ પણ હનુમાનજીનો પ્રિય ભોગ છે, તેથી હનુમાન જયંતિ પર તેને જરૂર બનાવવામાં આવે છે.

હનુમાનજીને નારંગી સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને આરોગ્ય તથા શક્તિનો આશીર્વાદ આપે છે.

હનુમાનજીની પૂજામાં લાલ ગુલાબ અથવા લાલ ગુડહલના ફૂલ જરૂર અર્પણ કરો, કારણ કે તે તેમને ખૂબ પ્રિય છે.

હનુમાનજીને ધ્વજ પણ ખૂબ પ્રિય છે, જે વિજય, શક્તિ, સાહસ અને રામભક્તિનું પ્રતિક છે.

હનુમાનજીને કેવડાનું અત્તર પણ ખૂબ પસંદ છે, તેથી પૂજા સમયે તેનો છાંટો કરવો શુભ માનવામાં આવે છે.

સુંદરકાંડનો પાઠ કરવાથી હનુમાનજી ઝડપથી પ્રસન્ન થાય છે, તેથી શક્ય હોય તો હનુમાન જયંતિ પર તેનો પાઠ જરૂર કરો.

આ પણ વાંચો: Guru Gochar: ગુરૂના સ્વ-નક્ષત્રમાં ગોચરથી આ રાશિનો ગોલ્ડન ટાઇમ, અધુરાકામ પૂર્ણ થશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)