આગામી વર્ષ વિક્રમ સંવત 2082માં કઈ રાશિને કયા ક્ષેત્રમાં વધુ લેણદેણ જોવા મળે છે તે જાણીએ


મેષ (અ,લ,ઈ) :

મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે, ઊર્જા અને પાવર ક્ષેત્ર,રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન,ડિફેન્સ અને એન્જિનિયરિંગ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિમેન્ટ,કેમિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ હેલ્થકેર અને ફાર્મા જેવાં ક્ષેત્રોમાં મેષ રાશિને વિશેષ સફળતા મળતી જોવા મળે.

વૃષભ (બ,વ,ઉ) :

વૃષભ રાશિના જાતકોને બેંન્કિંગ ક્ષેત્ર,મ્યુઝિક,મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ,એફએમસીજી પ્રોડક્ટ્સ,ખેતપેદાશો,આર્થિક બાબતો અને ફાઇનાન્સની બાબતોમાં વિચારવું જોઈએ.

મિથુન (ક,છ,ઘ) :

મિથુન રાશિ સ્કિલ બેઇઝ્ડ ક્ષેત્રોના શેર,માહિતી ટેક્નોલોજી,ટેલિકોમ્યુનિકેશન્સ,મીડિયા અને બ્રોડકાસ્ટિંગ,ઈ-કોમર્સ,કમ્યુનિકેશન,મોબાઈલને લગતા શેરમાં વિશેષ લાભ જોવા મળે.

કર્ક (ડ,હ) :

કર્ક રાશિ ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર,ડેરી/ફૂડ આઈટમ,ફૂડ પ્રોસેસિંગ,દરિયામાં કામ કરતી કંપની,ફિશરીઝ,બ્લૂ-ચિપ સ્ટોક્સ,ફાર્મ,પાણી સંબંધી ક્ષેત્રોમાં વિશેષ સફળતા અપાવે.

સિંહ (મ,ટ) :

આ વર્ષે સરકાર સબંધી બાબતો,એન્ટરટેઇનમેન્ટ,ગવર્નમેન્ટ પ્રોજેક્ટ્સ,એનર્જી,ફાઈનાન્સ,લક્ઝરી ગુડ્સ,પાવર સેક્ટર સિંહને વિશેષ લાભ કરશે.

કન્યા (પ,ઠ,ણ) :

સર્વિસ ઈન્ડસ્ટ્રી,હેલ્થકેર,ટેક્સ કન્સલ્ટિંગ,લોન ફાઇનાન્સ ક્ષેત્ર,આઇટી સેવાઓ,કેમિકલ્સ,ઓટો પાર્ટ્સ,એસેટ મેનેજમેન્ટ,જોબ પ્લેસમેન્ટ એજન્સી જેવાં ક્ષેત્રોમાં સફળતા મળે.

તુલા (ર,ત) :

લક્ઝરી વસ્તુઓ,ફેશન,મીડિયા,ઓટોમોબાઇલ,ઈન્ટીરિયર ડિઝાઇન,જ્વેલરી,રત્ન,એન્ટિક વસ્તુઓ,પબ્લિક લાઈફ,ઓટોમોબાઇલ,વીમા,મેટલ્સ અને માઇનિંગ,પેટ્રોલિયમ જેવાં ક્ષેત્રોમાં સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) :

સંરક્ષણ ક્ષેત્ર,ખનન,તેલ-ગેસ,ડિફેન્સ,ટેક-મેન્યુફેક્ચરિંગ,ખાણ ખનિજ પેટ્રોલિયમ,દરિયા નીચેની બાબતો,દરિયામાં કામ કરતી કંપની,ફિશરીઝ,કેબલ વગેરેમાં સારું રહે.

ધન (ધ,ભ,ફ,ઢ) :

ઉચ્ચ અભ્યાસ,યુનિવર્સિટી,એજ્યુકેશન,હથિયાર,સુરક્ષા,સિક્યુરિટી,ધાર્મિક,એનજીઓ,ટ્રસ્ટ,ટ્રાવેલ અને ટૂરિઝમ (હોટલ્સ/એરલાઈન્સ),શિક્ષણ,એક્સપોર્ટ કંપનીઓ. ફાઇનાન્સ,ફાર્મા વગેરેમાં લાભ થાય.

મકર (ખ,જ) :

જોબ રિલેટેડ,પ્લેસમેન્ટ રિલેટેડ,કન્સ્ટ્રક્શન અને સિમેન્ટ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર,જૂના અને સ્થિર બ્લૂ-ચિપ્સ,લાંબા ગાળાની યોજનાઓ,મેટલ,સ્ટીલ રિલેટેડ ક્ષેત્રોમાં સારું રહે.

કુંભ (ગ,સ,શ) :

ઓનલાઇન ક્ષેત્રો,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,ઈનોવેશન,રિન્યુએબલ એનર્જી,સાયન્સ,ટેક,રિસર્ચ,ઇલેક્ટ્રિક વાહનો,ગ્રીન એનર્જી,વ્યસનને લગતી વસ્તુઓ,વાઈન વગેરેમાં સારું રહે.

મીન (દ,ચ,ઝ,થ) :

વીમા કંપની,ફાર્માસ્યુટિકલ્સ,જળ વ્યવસ્થાપન,હોસ્પિટાલિટી અને વેલનેસ સેક્ટર,ફાર્મા,ફૂડ પ્રોડક્ટ્સ,સ્પિરિચ્યુઅલ વેલનેસ,એજ્યુકેશન ખાસ કરીને હોસ્પિટલ અને દવાઓ,વિદેશ સાથે કામ કરતી કંપની વગેરેથી લાભ થાય.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: