ઉત્તરભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આવતી કાલે હરિયાળી અમાસની ઉજવણી થશે. હરિયાળી અમાસે પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. આ અમાસે પિતૃઓને તર્પણ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે. આ વખતની અમાસ ખાસ છે કેમકે આ વખતે એક સાથે અનેક શુભ યોગ રચાઇ રહ્યા છે આ અમાસનું વર્ણન તો સ્કંદ પુરાણના રેવા ખંડમાં કરવામાં આવ્યુ છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી અને પિતૃઓને તર્પણ કરવાથી મનોકામના સિદ્ધ થાય છે.
ઉત્તમ સંયોગ રચાયો
આ વખતે હરિયાળી અમાસે ગુરૂ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઇ રહ્યો છે. આ સિવાય અમૃત સિદ્ધિ યોગ રચાઇ રહ્યો છે.
અમાસે પિતૃઓને પ્રસન્ન કરવાનો અવસર
મોટાભાગે લોકો પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરે છે. હરિયાળી અમાસ ફક્ત ધાર્મિક જ નહી પ્રાકૃત્તિક રીતે પણ મહત્ત્વની છે. કુદરત સાથે આ અમાસ જોડાયેલી છે એટલે જ તો એનુ નામ હરિયાળી અમાસ પડ્યુ છે. આ દિવસે વૃક્ષારોપણ કરવાથી અનેક ફાયદા થાય છે.
હરિયાળી અમાસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજા પાઠની સાથે સાથે વૃક્ષો વાવવામાં આવે છે. પિતૃઓને પ્રસન્ન કરવા દાન-પુણ્ય કરવામાં આવે છે. આ સિવાય સૂર્યગ્રહણ, ચંદ્ર ગ્રહણ, વિષુવયોગ અને સૂર્ય સંક્રાતિએ શ્રાદ્ધ કરી શકાય છે. કૃષ્ણપક્ષમાં આદ્રા, મઘા, રોહિણી નક્ષત્રોમાં શ્રાદ્ધ કરવુ જોઇએ.
હરિયાળી અમાસ કેમ ઉજવવામાં આવે છે?
હરિયાળી અમાસે ચારેબાજુ હરિયાળી હોય છે. આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી પિતૃઓ મોક્ષગતી પામે છે. પિતૃઓના સ્મરણાર્થે જેટલુ કરીએ તેટલુ ઓછુ કેમકે પિતૃઓનુ ઋણ તો ક્યારેય કોઇ ચુકવી જ ન શકે.