દ્રિક પંચાંગ મુજબ, જૂન પછી બૃહસ્પતિ કર્ક રાશિમાં જશે, જ્યારે રાહુ કુંભમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહમાંથી કર્ક રાશિમાં આવશે. શનિ ગ્રહ આખું વર્ષ મીન રાશિમાં જ રહેશે.ખાસ કરીને જેમની રાશિ પર રાહુ, કેતુ અને શનિનો પ્રભાવ વધુ છે.
આ સંવતનું નામ ‘રૌદ્ર’ છે
જ્યોતિષાચાર્યો મુજબ આ સંવતનું નામ ‘રૌદ્ર’ છે, જેનો પ્રભાવ સમાજ અને શાસન પર પણ જોવા મળી શકે છે. લોકોમાં અસંતોષ વધવાની શક્યતા છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થવાની આશંકા છે.
ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય થોડું સાવચેત રહેવાનું રહેશે. તેથી આ વર્ષ દરમિયાન વિચારપૂર્વક નિર્ણય લેવું અને આરોગ્ય તથા સંબંધો પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે.
વિક્રમ સંવત 2083 એટલે આ વર્ષનું હિંદુ નવવર્ષ 19 માર્ચ 2026થી શરૂ થઈ ગયું છે. જ્યોતિષાચાર્યો મુજબ, આ વર્ષે રાજા ગુરુ ગ્રહ અનેમંત્રી મંગળ ગ્રહ છે, જેનો પ્રભાવ દેશ-વિશ્વ અને તમામ રાશિઓ પર જોવા મળશે. સાથે જ, ઘણા મોટા ગ્રહોની ગતિ આ વર્ષને પડકારજનક અને “રૌદ્ર સંવત” તરીકે દર્શાવે છે.
આ ગ્રહયોગના કારણે કેટલીક રાશિઓ માટે સમય થોડો મુશ્કેલ રહેશે,
મેષ રાશિ
મેષ રાશિના જાતકો આ વર્ષે અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરી શકે છે. કામકાજમાં અવરોધ આવશે અને આર્થિક લાભમાં પણ ઊતાર-ચઢાવ જોવા મળશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આરોગ્ય અને પરિવારના મામલામાં સાવધાની જરૂરી છે. જૂના રોગ ફરીથી સામે આવી શકે છે અને પરિવારમાં અસંતોષ ઊભો થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. સ્પર્ધા વધી શકે છે અને નિર્ણય લેવા સમયે સાવધાની જરૂરી રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો ધન અને રોકાણના મામલામાં વિચારીને પગલું ભરીએ. ત્વરિત અથવા અતિ આત્મવિશ્વાસ નુકસાન પહોંચાડી શકે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ સમય મુશ્કેલ પરિસ્થિતિ લાવી શકે છે. માનસિક તણાવ વધી શકે છે અને સામાજિક સ્તરે વિવાદોની શક્યતા રહેશે.
જોકે, સાવધાની, સમજદારી અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવીને આ સંકટોનો સામનો કરી શકાય છે. રૌદ્ર સંવત દરમિયાન આરોગ્ય, ધન અને સંબંધો પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: Chaitra Navratri 2026: નવરાત્રિમાં અખંડ જ્યોત બુઝાઈ જાય તો ડરશો નહી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
