દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટકનો આરંભ થાય છે અને હોળિકા દહન એટલે કે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે તેનો સમાપન થાય છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કે નવી શરૂઆત કરવામાં આવતી નથી. માન્યતા મુજબ આ અવધિમાં નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ રહે છે. હોળાષ્ટકનો સંબંધ હિરણ્યકશ્યપ અને ભક્ત પ્રહલાદની પૌરાણિક કથા સાથે જોડાયેલો છે. આવો જાણીએ હોળાષ્ટક કઈ તારીખથી શરૂ થાય છે.

હોળાષ્ટક 2026 ક્યારે શરૂ થશે?

વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 24 ફેબ્રુઆરીએ સવારે 7:01 વાગ્યે શરૂ થશે અને 25 ફેબ્રુઆરીએ સાંજે 4:52 વાગ્યા સુધી રહેશે. એટલે કે 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થશે. હોળાષ્ટક ફાલ્ગુન પૂર્ણિમા, એટલે હોળિકા દહનના દિવસે સમાપ્ત થશે.

હોળાષ્ટક દરમિયાન શું ન કરવું?

હોળાષ્ટક દરમિયાન નવું વાહન ખરીદવું ટાળવું જોઈએ. લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ જેવા કોઈપણ માંગલિક કાર્ય આ સમય દરમિયાન કરવામાં આવતા નથી. ઉપરાંત, નવવિવાહિત દંપતીએ સસરાળમાં પહેલી હોળી ઉજવવી શુભ માનવામાં આવતી નથી.

હોળાષ્ટક દરમિયાન શું કરવું?

આ સમયગાળા દરમિયાન દાન-પુણ્ય કરવું ઉત્તમ માનવામાં આવે છે, જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઈએ. મહામૃત્યુન્જય મંત્રનો જાપ કરવો, ઘરમાં ગંગાજળ છાંટવું અને જરૂરિયાતમંદોને દાન આપવું શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Guru Margi 2026: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ થશે માર્ગી, 11 માર્ચથી આ રાશિનો સુવર્ણયુગ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)