ગ્રહોની વક્રી ચાલને સામાન્ય રીતે આત્મચિંતન, અધૂરા કાર્યોની સમીક્ષા અને કર્મફળના પુનઃસંતુલન સાથે જોડવામાં આવે છે. હોળીના દિવસે માયાવી ગ્રહ, છાયા ગ્રહ કેતુ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને વેપારના કારક બુધ ગ્રહ વક્રી ગતિમાં રહેશે.

ગ્રહોની આ વિશેષ સ્થિતિ કેટલીક રાશિઓ માટે બદલાવ અને પ્રગતિના સંકેત આપી રહી છે. સાથે જ આ વક્રી ચાલનો પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ મિથુન, તુલા અને મકર રાશિના જાતકો માટે આ સમય કરિયર, વેપાર અને આર્થિક મામલાઓમાં સકારાત્મક પરિણામ આપી શકે છે.

વક્રી ગ્રહ શું હોય?

વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ ગ્રહ વક્રી બને છે, ત્યારે તે ગ્રહ સંબંધિત વિષયો પર પુનર્વિચાર, સમીક્ષા અને અધૂરા કામ પૂર્ણ કરવાની સૂચના આપે છે. જ્યોતિષ મુજબ વક્રી ગ્રહ હંમેશા નકારાત્મક પરિણામ આપતા નથી; તે આત્મચિંતન, સુધારા અને નવી વ્યૂહરચના બનાવવા માટેનો સમય પણ હોઈ શકે છે. જો વ્યક્તિ ધીરજ, સંયમ અને સાવચેતીથી કામ કરે, તો વક્રી ગ્રહોની ઊર્જાને સકારાત્મક દિશામાં ફેરવી શકાય છે.

મિથુન રાશિ

ચાર ગ્રહોની વક્રી સ્થિતિ તમારા માટે લાભદાયક બની શકે છે. કરિયરમાં નવી દિશા મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના છે. વેપારીઓને જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે અને ભાગીદારીના કામમાં સુધારો થશે. હોળી પછી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક રહેશે. વ્યૂહાત્મક નિર્ણયો તમારા પક્ષમાં જઈ શકે છે અને કાર્યસ્થળે મહેનતની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. વ્યવસાયમાં વિસ્તરણની યોજના સફળ થઈ શકે છે અને વિદેશ સંબંધિત કામોમાં લાભ મળી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે પણ ચાર ગ્રહોની વક્રી ગતિ શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં સ્થિરતા આવશે અને નવી નોકરીની તકો મળશે. વેપારમાં અટકેલા ચૂકવણાં મળી શકે છે. સંપત્તિ અથવા રોકાણમાંથી લાભ થવાની શક્યતા છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે.

આ પણ વાંચો: Mahalakshmi Rajyog 2026: મંગળ અને ચંદ્ર રચશે મહાલક્ષ્મી રાજયોગ, આર્થિક ઉન્નતિના સંકેત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)