ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ વ્રજમાં હોળી સામાન્ય રીતે નહીં, પરંતુ અલગ-અલગ પરંપરાઓ અને અનોખા રંગો સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં વ્રજ હોળીની શરૂઆત માઘ પૂર્ણિમાથી થઈ રંગ પંચમી સુધી ચાલશે, એટલે કે લગભગ 40 દિવસ સુધી વ્રજ રંગોમાં રંગાયેલું રહેશે.

ભગવાન કૃષ્ણને તાજા ફૂલોથી બનેલા રંગ અને ગુલાલ અર્પણ કરવામાં આવે

રંગોત્સવ દરમિયાન ભક્તો દ્વારા રાધા રાણી અને ભગવાન કૃષ્ણને તાજા ફૂલોથી બનેલા રંગ અને ગુલાલ અર્પણ કરવામાં આવે છે. (બ્રજ) વ્રજના મંદિરોમાં ફૂલોની હોળી, લઠમાર હોળી અને લડ્ડૂ માર હોળી જેવા અનોખા ઉત્સવોનું ભવ્ય આયોજન થાય છે, જે આજથી નહીં પરંતુ સદીઓ જૂની પરંપરાનો ભાગ છે.

મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગોકુલ અને દાઉજી મુખ્ય કેન્દ્રો

ભક્તો માટે વ્રજમાં હોળી રમવી એક આશીર્વાદ સમાન માનવામાં આવે છે. સમગ્ર વિસ્તાર ભક્તિ ગીતો અને કીર્તનથી ગુંજાયમાન બની જાય છે, જેના કારણે વ્રજ હોળી ભારતના સૌથી આધ્યાત્મિક અને દિવ્ય તહેવારોમાંના એક તરીકે ઓળખાય છે.

વ્રજ વિસ્તારમાં મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગોકુલ અને દાઉજી મુખ્ય કેન્દ્રો છે, જ્યાં દરરોજ હોળીનું અલગ સ્વરૂપ જોવા મળે છે. આ સમય દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ વ્રજ પહોંચે છે.

વ્રજ હોળીની શરૂઆત ક્યારે થાય છે?

વ્રજ હોળીની શરૂઆત માઘ પૂર્ણિમાથી માનવામાં આવે છે. આ દિવસથી મંદિરોમાં ખાસ કીર્તન, ફાગ અને ગુલાલ ઉડાડવાની શરૂઆત થાય છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં સૌપ્રથમ હોળીની છટા જોવા મળે છે.

ક્યાં અને કેવી રીતે રમાય છે હોળી?

લઠ્ઠમાર હોળી (બરસાના અને નંદગાંવ):

અહીં મહિલાઓ પ્રતિકાત્મક રીતે પુરુષો પર લાઠીઓ ચલાવે છે અને પુરુષો ઢાલ વડે પોતાનું રક્ષણ કરે છે. આ પરંપરા રાધા-કૃષ્ણની લીલાઓ સાથે જોડાયેલી માનવામાં આવે છે.

ફૂલોની હોળી (વૃંદાવન):

રંગોની જગ્યાએ ફૂલો વડે હોળી રમાય છે, જે અતિ મનોહર દૃશ્ય ઉભું કરે છે.

વિદેશી હોળી અને વિધવા હોળી:

વૃંદાવનમાં વિધવાઓ દ્વારા રમાતી હોળી સામાજિક પરિવર્તનનું પ્રતિક બની છે.

હુરંગા હોળી (દાઉજી):

અહીં પુરુષોના કપડાં ફાડવામાં આવે છે અને આ હોળી સૌથી અનોખી માનવામાં આવે છે.

વ્રજ હોળીનું મહત્વ

વ્રજની હોળી પ્રેમ, સમાનતા અને ભક્તિનો સંદેશ આપે છે. અહીં રંગો માત્ર ગુલાલ નથી, પરંતુ કૃષ્ણ ભક્તિની ભાવના છે.પરંપરાઓ અને આસ્થાનો એવો મહાસંગ્રામ છે, જેને એકવાર જોવા જીવનભરની યાદ બની જાય છે

આ પણ વાંચો: Shubh Yog : Shubh Yog : બુધ અરૂણનો ત્રિદશાંક યોગ, આ રાશિની લખલૂટ સંપત્તિ વધશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)