દરેક રાશિનો સ્વામી ગ્રહ અલગ હોય છે અને તે મુજબ કેટલાક રંગો વિશેષ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કઈ રાશિ માટે કયો રંગ-ગુલાલ શુભ રહેશે. રંગોનો તહેવાર હોળી ભારત સહિત વિશ્વભરમાં ઉજવાતો સૌથી આનંદમય અને રંગીન ઉત્સવ છે.
હોળીનો તહેવાર શિયાળાની વિદાય અને વસંત ઋતુના આગમન તરીકે મનાવવામાં આવે છે. હોળી માત્ર ધાર્મિક મહત્ત્વ અને પૌરાણિક કથાઓથી જ સમૃદ્ધ નથી, પરંતુ અનેક પરંપરાઓ સાથે પણ જોડાયેલો છે, જે સદીઓથી ચાલી આવી રહી છે.
તમારી રાશિ અનુસાર રંગ પસંદ કરી રમો હોળી....
મેષ રાશિ-મેષનો સ્વામી મંગળ છે. આ રાશિના લોકો માટે લાલ અને ગુલાબી રંગ શુભ રહેશે. આ રંગ ઊર્જા અને આત્મવિશ્વાસ વધારે છે.
વૃષભ રાશિ – વૃષભનો સ્વામી શુક્ર છે. તેમના માટે સફેદ, ક્રીમ અને હળવો નીલો રંગ શુભ માનવામાં આવે છે. આ રંગ સુખ-સમૃદ્ધિ લાવે છે.
મિથુન રાશિ – બુધ ગ્રહની રાશિ મિથુન માટે લીલો રંગ સૌથી શુભ છે. લીલો રંગ બુદ્ધિ અને સંવાદ ક્ષમતા મજબૂત કરે છે.
કર્ક રાશિ – ચંદ્રની રાશિ કર્ક માટે સફેદ અને સિલ્વર રંગ શુભ છે. આ રંગ માનસિક શાંતિ અને સંતુલન આપે છે.
સિંહ રાશિ – સૂર્યની રાશિ સિંહ માટે સુવર્ણ, નારંગી અને પીળો રંગ શ્રેષ્ઠ છે. આ માન-સન્માન અને સકારાત્મક ઊર્જા વધારે છે.
કન્યા રાશિ – કન્યા રાશિના જાતકો માટે લીલો અને હળવો પીળો રંગ શુભ રહેશે. આ પ્રગતિ અને સ્થિરતા આપે છે.
તુલા રાશિ – શુક્રની રાશિ તુલા માટે ગુલાબી અને આસમાની રંગ શુભ છે. આ સંબંધોમાં મધુરતા લાવે છે.
વૃશ્ચિક રાશિ – મંગળની આ રાશિ માટે ગાઢ લાલ અને મેરૂન રંગ શુભ છે. આ હિંમત અને આત્મબળ વધારે છે.
ધનુ રાશિ – ગુરુની રાશિ ધનુ માટે પીળો અને કેસરિયો રંગ શુભ રહેશે. આ ભાગ્ય અને જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે.
મકર રાશિ – શનિની રાશિ મકર માટે નીલો અને જાંબલી રંગ લાભદાયક છે. આ ધીરજ અને સ્થિરતા વધારે છે.
કુંભ રાશિ – કુંભ માટે નીલો અને ફિરોઝી રંગ શુભ માનવામાં આવે છે. આ નવી વિચારસરણી અને સકારાત્મકતા લાવે છે.
મીન રાશિ – મીન રાશિ માટે પીળો અને હળવો લીલો રંગ શુભ છે. આ આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ આપે છે.
આ હોળી પર પોતાની રાશિ પ્રમાણે રંગ પસંદ કરીને રમો, જેથી જીવનમાં ખુશીઓ, સદભાગ્ય અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે.
આ પણ વાંચો: Chandra Grahan 2026: સાવધાન, ચંદ્ર ગ્રહણની આ રાશિ પર થશે અશુભ અસર
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)