ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે વિધિપૂર્વક પૂજા કરીને હોલિકાની પરિક્રમા કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.
કેટલી પરિક્રમા કરવી શુભ 3, 5 કે 7?
શાસ્ત્રોમાં હોલિકા દહનની આસપાસ 3, 5 અથવા 7 પરિક્રમા કરવાનું વિધાન જણાવાયું છે. હિંદુ પરંપરામાં એકી સંખ્યાને શુભ માનવામાં આવે છે.
3 પરિક્રમા -સામાન્ય પૂજા માટે પૂરતી માનવામાં આવે છે.
5 પરિક્રમા -પરિવારની સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય માટે કરવામાં આવે છે.
7 પરિક્રમા -વિશેષ મનકામના, સંતાનસુખ અથવા મોટી ઇચ્છા પૂર્ણ થવા માટે કરવામાં આવે છે.
પરિક્રમા કરતી વખતે કાચો દોરો, પાણી, રોળી, અક્ષત, ગુગળ, નાળિયેર અથવા નવો પાક અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ઘણી જગ્યાએ મહિલાઓ કાચો દોરો લપેટતા પરિવારની રક્ષા માટે પ્રાર્થના કરે છે.
ભદ્રામાં હોલિકા દહન કેમ નથી કરાતું?
પંચાંગ અનુસાર ભદ્રા કાળ શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ભદ્રામાં કરેલા શુભ કાર્યોમાં અવરોધ અથવા મુશ્કેલી આવી શકે છે. તેથી હોલિકા દહન હંમેશા ભદ્રા પૂરી થયા પછી જ કરવામાં આવે છે, ભલે મોડીરાત્રે કેમ ન થાય. જો પૂર્ણિમાના દિવસે ભદ્રા લાંબા સમય સુધી રહે, તો તે સમાપ્ત થયા બાદ જ દહન થાય છે.
પૌરાણિક મહત્વ
હોલિકા દહનની કથા પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલી છે. દૈત્યરાજ હિરણ્યકશ્યપે પોતાના વિષ્ણુભક્ત પુત્ર પ્રહલાદને મારવા માટે પોતાની બહેન હોલિકાને કહ્યું, જેને અગ્નિથી ન બળવાનો વર્દાન હતો. પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા ભસ્મ થઈ ગઈ. આ ઘટનાની યાદમાં હોલિકા દહન કરવામાં આવે છે.
ધાર્મિક સંદેશ
હોલિકાની પરિક્રમા કરતી વખતે લોકો પોતાની ખરાબ આદતો, રોગ, કષ્ટ અને નકારાત્મકતાને અગ્નિમાં સમર્પિત કરવાની ભાવના રાખે છે. આ તહેવાર આપણને શીખવે છે કે સત્ય, ભક્તિ અને ધર્મની હંમેશા જીત થાય છે. સમગ્ર ભારતમાં આ પરંપરા શ્રદ્ધા અને આનંદ સાથે ઉજવાય છે.
આ પણ વાંચો: Masan Holi 2026: કાશીની હોળીમાં શું છે ખાસ? જાણો ભસ્મહોળીની અનોખી પરંપરા
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)