રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.


મેષ (અ.લ.ઈ.)

શાંતિ અને તણાવમુક્તિ માટે આપે નકારાત્મક વિચારો ત્યજવા જરૂરી છે. આવક કરતાં જાવક વધવા ન દે, ઉઘરાણી અને લેણા માટે યત્નો, ચુકવણી માટેની કોઈ વ્યવસ્થા થાય, મકાન-સંપત્તિ-વાહન બાબત ધીમે ધીમે સુધરે, નોકરી-ધંધાના કાર્યો માટે કોઈ મદદ, સહયોગ ઉપયોગી, ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય, લાગણી અને સમભાવ દાખવવા, આરોગ્ય સચવાય, પ્રવાસમાં આનંદ.

વૃષભ (બ.વ.ઉ.)

મનની, બેચેની અને અજંપા અનુભવ થતો જણાય, ઇશ્વર ભક્તિમાં મન રાખવું, નાણાભીડ અને સંકડામણ વધતી જણાય, એક સામે અનેક ખર્ચાઓ, વ્યવસ્થિત ગણતરીપૂર્વક નાણાકીય વ્યવહારો રાખવા. મકાન-વાહન અને અન્ય અગત્યના કામકાજો માટે સમયનો સાથ મળતો જણાય, નોકરી-ધંધાકીય બાબતો માટે પ્રયત્નોે વધારવા જરૂરી સમજવા, ગૃહજીવનમાં મનદુઃખ ગેરસમજો નિવારવા. પરિવારના કામકાજો થાય, આરોગ્યની ચિંતા હળવી બને, પ્રવાસમાં સાનુકૂળતા.

મિથુન (ક.છ.ઘ.)

આપના મનની અજંપિત અવ્યવસ્થા હવે હળવી બને, રાહત અનુભવાય, આર્થિક સંજોગો સુધરે છતાં નાણાભીડ જોવા મળે તેથી કરકસર અને ગણતરીપૂર્વક ચાલવું, જમીન-વાહન સંપત્તિ અંગેના યા અન્ય સરકારી, અન્ય સંસ્થાકીય કાર્યો અને વ્યવસાયિક બાબતો અંગે ગૂંચવણો જણાય, વિલંબ વધશે, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી લેજો, વાદવિવાદ દૂર કરજો, નવા સંબંધોમાં સાવધ રહેવું, આરોગ્ય બગડવા ન દેવું, પ્રવાસમાં વિલંબ.

કર્ક (ડ.હ.)

આ સમયમાં તાણ-ચિંતા- ભય અને શંકા-વહેમની લાગણી અનુભવાય, આર્થિક પ્રશ્નો અંગેનો હલ મળે, આવકમાં વધારો કરવાના પ્રયત્નો સફળ બને, લાભદાયી તક મળે, મહત્ત્વના કામકાજો, સંપત્તિ-વાહન ઇત્યાદિ પ્રશ્નો યા સરકારી- કચેરીના કામોે અંગે સમયમાં પ્રતિકૂળતા રહે, કઠિનતા વધે, દાંપત્યજીવનમાં હર્ષ આનંદ સર્જાય, સ્વજન સગાં- મિત્ર પ્રિયજનો સહકાર વધે, મિલન- મુલાકાતથી પ્રસન્નતા, તબિયતની કાળજી લેવી, પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.

સિંહ (મ.ટ.)

આપની સ્વસ્થતા અને સ્થિરતા સાચવીને મનને શાંત રાખી શકો, આર્થિક બોજો હળવો થાય, આવક યા નાણાંની વ્યવસ્થાની તક મળે, ચિંતા હળવી બને, કાર્ય સફળતા માટે વધુ ધીરજ- પ્રયત્નો જરૂરી માનજો, વેપાર-ધંધામાં વૃદ્ધિ, નોકરિયાતને તણાવ ઓછું થાય, કૌટુંબિક, ગૃહજીવનમાં સંવાદિતા અને શાંતિ રાખવી અગત્યની છે, સગાં મિત્રથી સહયોગ, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસ અનુકૂળ.

કન્યા (પ.ઠ.ણ.)

આશાવાદી સંજોગોના કારણે મન હળવું રહે, ઉત્સાહ અનુભવાય, આવક-જાવકના પલ્લાં સમતોલ રાખી શકો, આપનું કામ અટકે નહીં, નાણાકીય આવક મદદ મળી શકે, જમીન-વાહન ઇત્યાદિ કાર્યો કે અન્ય કચેરીના કામો અંગે રાહત મળે, નોકરી અંગે સાનુકૂળતા રહે, ધંધા-વેપારના પ્રશ્નો હલ થાય, ગૃહજીવમાં સુખ-પ્રસન્નતા સર્જાય, કુટુંબીજનની મદદ મેળવી શકો, આરોગ્ય નરમ રહે, પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.

તુલા (ર.ત.)

આત્મ સંયમ અને સમતોલન કેળવવાની જરૂર સમજશો. આવેગ પર અંકુશ રાખજો, આર્થિક તકલીફના નિવારણ માટે કોઈ તક મળે, ચિંતાનો ઉકેલ મળી આવે. ખોટા-ખર્ચ વધવા ન દેશો. આપના અગત્યના કામકાજો આડે વિઘ્ન અવરોધ જોવા મળે, નોકરી અંગેની સમસ્યાનો હલ મળે, ધંધા-વેપારની વૃદ્ધિ થાય, મકાન-વાહનના કામમાં વિલંબ, ગૃહજીવનમાં મતભેદનો પ્રસંગ આવે, મિત્ર સ્વજનોથી પણ ગેરસમજ થાય, આરોગ્ય અંગે ચિંતા કષ્ટ, પ્રવાસમાં સાનુકૂળતા.

વૃશ્ચિક (ન.ય.)

આપના મન-શરીરની સ્થિતિને સાચવજો, કશી તકલીફથી સંભાળવું પડે, આવક-જાવકના હિસાબો સમતોલ રાખવા પડે, વ્યય વધવા ન દેશો, ઉધાર-ઉછીના ન કરવા, મકાન-કચેરી યા અન્ય કાર્યો અંગે કોઈની મદદ ઉપયોગી બને, નોકરીમાં રાહત, ધંધા-વેપાર ફળદાયી બને, કૌટુંબિક કામકાજો અંગે સાનુકૂળતા, મતભેદ, દુઃખ દૂર થાય, સ્નેહીનોે સહકાર, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં સાવધ રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપની ખોટી ધારણાઓ તેમજ પૂર્વગ્રહોથી મુક્ત થવાથી શાંતિ મળશે, નાણાભીડ સર્જતા પ્રસંગો જેવા કે ખોટા ખર્ચા, ઉતાવળીયું આયોજન કે કોઈ સાહસથી દૂર રહેવું. સામાન્ય નાણાંના કામો થઈ શકે. આ સમયમાં કોઈ કચેરી કે અન્ય કામો હોય, સામાજિક, કાનૂની કે વહીવટી તે અંગે સારો માર્ગ દેખાય, નોકરીમાં સાનુકૂળતા, ધંધા-વેપાર ફળે, ગૃહજીવનમાં પ્રસન્નતા, મનમેળ સર્જી શકશો. વાદ-વિવાદ, દલીલોથી દૂર રહેવું, તબિયત નરમ ગરમ થાયસ પ્રવાસ મધ્યમ.

મકર (ખ.જ.)

અંતઃકરણમાં કોઈને કોઈ બાબતનો સંતાપ અનુભવતો જણાશે, આર્થિક કામકાજોને આગળ વધારવાની તક મળે, ઉઘરાણી કરવાથી કંઈક લાભ મળે, આપ લોન કે અન્ય વ્યવસ્થા મેળવી શકો, અગત્યની કામગીરીઓ અંગે સમય વિઘ્ન દૂર કરે, સાનુકૂળતા મળે, સહાય મળે, નોકરી અંગે પણ મદદ ઉપયોગી બને, આપના ધંધા-વ્યવસાયમાં લાભની આશા ફળે, કૌટુંબિક અને દાંપત્યજીવન અંગે આ સમય એકંદરે ઠીક ઠીક છે. સમાધાનથી રહેવું પડે, તબિયત સુધરે, પ્રવાસ ફળે.

કુંભ (ગ.શ.સ.)

નાની મોટી સમસ્યા કે કોઈ તણાવની બાબત હોય તેના ઉકેલનો માર્ગ ખૂલતા હળવાશ અનુભવાય, આર્થિક વ્યવહારો અને આવક-જાવકના પલ્લાઓમાં ગણતરી-સમતોલન-આયોજન જરૂર કારગત અને લાભકારક બને, આપના મહત્ત્વના કાર્યો નોકરી-ધંધાની પ્રવૃત્તિઓના સંજોગો ધીમે ધીમે સુધરતા લાગે, અને અણધારી રીતે તક આવી મળે, પતિ-પત્ની વચ્ચેના તંગ સંબંધો કે મન મુરાદનો સુખદ ઉકેલ આવી શકે, મિત્ર સંબંધની મદદ ઉપયોગી, આરોગ્ય સચવાશે, પ્રવાસ ફળદાયી બને.

મીન (દ.ચ.ઝ.થ.)

પ્રતિકૂળતાઓ કે અવરોધોમાંથી માર્ગ મળી આવતાં માનસિક રાહત વધે, સ્વસ્થતા અને સ્થિરતા વધુ ઉપયોગી બને, આવક-જાવકના બંને પલ્લાઓને તમે સમતોલ રાખવામાં ધ્યાન આપજો, ખોટા ખર્ચા ટાળજો, કરજથી દૂર રહેવું, સંપત્તિ-વાહન ઇત્યાદિ મહત્ત્વના કામકાજો સફળતા અપાવે, નોકરિયાતની કદર થતી જણાય, ધંધા-વેપારમાં વૃદ્ધિની તકો મળશે,ગૃહજીવન-કૌટુંબિક બાબતો માટે સમય સાનુકૂળ, સગાં-સ્વજનની મદદ મળે, આરોગ્ય નરમ-ગરમ, પ્રવાસમાં વિઘ્ન દૂર થશે.

  • Follow us on: