રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
આપ સમસ્યાઓથી ઘેરાયેલા હો અને નિરાશા વ્યાપી હશે તો હવે ઉજાસ મળે, આર્થિક બાબતો ગૂંચવાય નહીં તે જોવું. ધીમે ધીમે પરિસ્થિતિને સમતોલ કરી શકો, જૂના લેણાં- ચુકવણા અંગે સમય ઠીક છે. આ સમયમાં સરકારી, ખાનગી કચેરીના કે અન્ય હાથ પરના કાર્યોનો ઉકેલ માટેના પ્રયત્નો ફળે, નોકરી અંગે સમય સુધરે, ધંધાકીય અવરોધ દૂર થાય, દાંપત્યજીવનમાં ચકમક ન ઝરે તે જોવું. એકબીજાને સમજવાની કોશિશ કરવી. સગાં સ્નેહીથી મિલન, મુલાકાત, આરોગ્યની ચિંતા દૂર થાય, પ્રવાસ મહત્ત્વનો બને.
વૃષભ (બ.વ.ઉ.)
માનસિક બોજો અને તણાવના કારણે મનની સ્થિતિ અશાંત જણાશે. આપની નાણાકીય બાબતો માટે આ સમય હજુ કઠિન જણાશે. ધારી આવત મેળવવામાં અંતરાય રહે, કોઈ ચમત્કારની આશા રાખી શકાય. કાર્ય સફળતાનો યોગ જણાય, તેથી કેટલાક અગત્યના કાર્યો ઉકેલાય, નોકરિયાતને સાનુકૂળ સંજોગ સર્જાય, ધંધા-વ્યવસાયમાં કોઈ અગત્યનું કામ બને, ગૃહજીવનની ગેરસમજો સમસ્યાનો હલ મળે, મિત્ર સગાં-વર્ગથી મનદુઃખ દૂર થાય, આરોગ્ય સાચવવું રહે, પ્રવાસમાં વિલંબ જણાય.
મિથુન (ક.છ.ઘ.)
મનની સ્થિતિ ડામાડોળ, અસ્થિર બનવા ન દેશો. વિચલિત થવું નહીં. ધીરજ, સંયમ જરૂર સહાયક બને, આર્થિક બાબતો અંગે સમયનો સાથ મળતા આવકવૃદ્ધિની તક આવી મળે, ખર્ચનો પ્રસંગ પણ રહે, ઉધાર ન લેવું કે ન આપવું.આપના મહત્ત્વના કામકાજો અંગે કોઈ અગત્યની યોજના માટે સમય સુધરે, નોકરિયાતને ધાર્યુ કામ થતું જણાય, ધંધામાં વિકાસકારક સંજોગ સર્જાય, પતિ-પત્ની વચ્ચેના મતભેદો, પ્રેમ, સમજદારીથી નિવારી શકો, કુટુંબીજનની મદદ મળે, પ્રેમમાં વ્યથા, તબિયત નરમ-ગરમ, પ્રવાસમાં સાવધાન.
કર્ક (ડ.હ.)
સર્વત્ર અવિશ્વાસ- વહેમ કે શંકા ન રાખતા હકારાત્મક વિચારો રાખીને હળવા રહી શકો, આર્થિક સ્થિતિ ભલે કટોકટીભરી હોય પણ ખરા કામ વખતે અણધારી ઈશ્વરીય મદદ માટે ખોટા ખર્ચ વ્યય, વ્યવહારો ત્યાગજો, આપના નોકરી-ધંધાના કાર્યો અંગે યા પ્રશ્નોનો હલ માટે તક આવી મળે, આપ અન્ય કાર્યો અંગે પણ લાભ ઉઠાવી શકશો, કુટુંબીજનના સગાં સ્વજન અંગે આપને સમસ્યા રહેતી હોય તો કેવળ સમજદારીથી શાંતિ રહે. આરોગ્ય સાચવજો, પ્રવાસમાં વિલંબિત.
સિંહ (મ.ટ.)
ઉદ્વેગ-બેચેની અને નિરાશાને દૂર કરવા ધ્યાનયોગ-સત્સંગ ઉપયોગી બને, આવક-જાવકના પલ્લાને સમતોલ રાખવા વધુ કોશિશ કરવી પડે, ધારેલો લાભ અટકતો જણાય, વિલંબથી મદદ મળે, નોેકરી-વ્યવસાયના કામકાજો કે વાહન-મકાનની બાબતો અંગે કોઈ વિઘ્ન આવતું લાગે, ધીરજની કસોટી થાય, સામાજિક-દાંપત્યજીવનમાં સુખાકારી માટે સમાધાનવૃત્તિ જરૂરી, સગાં-સ્નેહી અંગે મનદુઃખ જણાય, તબિયત સાચવજો, પ્રવાસમાં વિઘ્ન.
કન્યા (પ.ઠ.ણ.)
આપની કોઈ સમસ્યા અને મૂંઝવણ હશે તો તેના ઉકેલનો માર્ગ દેખાશે, આવક વૃદ્ધિની તક આવે, વિશ્વાસે લાલચમાં આવવું નહીં, ખર્ચ પર કાબુ રાખજો, ઉધારી ન કરવી, આપના પ્રયત્નો કારગત બને, નોકરીમાં સાનુકૂળ તક, ધંધાના કોઈ કામમાં સફળતા, સંપત્તિ-વાહન અંગે વિલંબ, જીવનસાથી- સ્વજન-સંતાન અંગેની ચિંતાનો હલ મળે, સામાજિક કાર્ય થાય, સ્વાસ્થ્ય સાચવવું રહે, પ્રવાસમાં પ્રગતિ.
તુલા (ર.ત.)
સામા પવનને ચાલતા હો અને નિરાશા હોય તો આપને કોઈની સહાય રાહત કરાવે, આવક સામે જાવક વધતી જણાય, એક સાંધતા તેર તૂટતાં જણાય, આપના લેણિયાતોને સાચવવા પડે, વ્યવસાયિક પ્રવૃત્તિઓ, નોકરીના કામકાજ તથા મકાન-મિલકત પણ આખરે શુભ ફળ મળે, કૌટુંબિક કામકાજો, પ્રસંગો અંગે શુભ સંજોગ, સગાં-સંબંધીઓની સહાય ઉપયોગી બને, તબિયતની કાળજી લેજો, પ્રવાસમાં સાવધાન રહેવું.
વૃશ્ચિક (ન.ય.)
ઉદ્વેગ અને અજંપાસભર મનોદશા રહેતી જણાશે, ઇશ્વરીય પ્રેરણાથી આશાનું કીરણ દેખાય, નાણાકીય બાબતો, ગૂંચવાયેલી હોય તો તેનો હલ મળે, આપના સંજોગો સુધરતા લાગે, ખોટા ખર્ચાઓ વધી ન જાય તે જોજો. જમીન, મકાનના કામો અંગે પ્રગતિ-નોકરી-ધંધાના ક્ષેત્રે વધુ અગત્યની તકો આવી મળે, લાભની આશા વધશે, ગૃહજીવનના આનંદ મંગલ, પત્ની-પતિના દુઃખ દૂર થાય, પ્રિયપાત્રથી મનમેળ વધે, આરોગ્ય સામાન્ય, પ્રવાસ સફળ.
ધન (ભ.ધ.ફ.ઢ.)
મનોવ્યથાના કડવા ઘૂંટડા ગળવા પડે. મનની મૂંઝવણ વધતી લાગે, આર્થિક વ્યવહારોમાં વિશેષ ધ્યાન આપવું પડે. ચિંતાનો હલ મળે, કોઈ મિત્ર, સ્નેહીથી લાભની આશા દેખાય, કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારજો, મહત્ત્વની નોકરી ધંધાની તકોનો યોગ્ય ઉપયોગ કરવાથી ભવિષ્યમાં લાભ, સાંસારિક-કૌટુંબિક- સામાજિક બાબતો અંગે સમય સુધરે, સુખદ પ્રસંગ, સગા-વ્હાલાથી મનમેળ, આરોગ્ય સાચવવું, પ્રવાસ ફળે.
મકર (ખ.જ.)
આપની કોઈ અંગત સમસ્યા કે ગૂંચવણોમાંથી બહાર આવી શકો, આર્થિક રીતે ધાર્યો લાભ હજુ દૂર રહે, ખોટા ખર્ચા કે અણધારી હાનીથી સાવધાની રાખજો, મકાન-વાહન અંગેના કામકાજો માટે પ્રગતિ જણાય, નોકરિયાતને તણાવ હળવું બને, ધંધા-વેપારના કામમાં પ્રગતિ થાય, કૌટુંબિક ક્ષેત્રે શાંતિ-સમજણ સર્જી લેવી, મિત્ર-સગાં- સ્નેહીથી મનમેળ કરવો, તબિયત સચવાય, પ્રવાસમાં વિઘ્ન.
કુંભ (ગ.શ.સ.)
આપના મન પર સામાન્ય તણાવ જણાય, લાગણીઓના બંધ તૂટતા જણાય, આવક સામે જાવક વધતી લાગે, ઉઘરાણી, ચૂકવણી કે અન્ય કાર્ય માટે સ્થિતિ સુધરતી લાગે, સરકારી, ખાનગી કાર્યાલયના કામો હોય કે અન્ય કામગીરી સફળતા માટે ધીરજ અને પ્રયત્નો વધારવા, નોકરીમાં સાનુકૂળ તક, ધંધામાં પ્રગતિ. પતિ-પત્ની વચ્ચેના મતભેદો હળવા થાય, સમજણ કેળવવી પડે, સગાં-સ્વજન અંગે સમય સુધરે, આરોગ્ય સાચવી શકો, પ્રવાસ સફળ.
મીન (દ.ચ.ઝ.થ.)
મન હૃદયનું ચેન હણાયેલું લાગશે, ખોટી નકારાત્મક ચિંતા સતાવતી લાગે, આર્થિક સમસ્યા- ચૂકવણા- દેણાં અને વ્યાજ હપતા અંગેનો ભાર રહેતો જણાય, કરકસર અને ખર્ચ પર કાબૂ જરૂરી, અગત્યની કામગીરીઓને સફળ બનાવવા વધુ પ્રયત્નો, ધીરજ જોઈશે. નોકરિયાતને કોઈ સારી તક દેખાશે, વેપાર-ધંધાની ગૂંચવણો ઉકેલ મળે, જીવનસાથી સાથેના વ્યવહારોમાં અહમ્ કે સત્તાના બદલે લાગણી વધારજો, આરોગ્ય સ્વસ્થ રાખવું, પ્રવાસમાં સફળતા.
