જન્માષ્ટમીએ કનૈયાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક મંદિર આવેલા છે જ્યાં ભક્તો ખુબજ શ્રદ્ધા અને વિશ્વાસથી આ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જગવિખ્યાત મંદિરોના દર્શન માત્રથી જીવનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે
જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જગવિખ્યાત મંદિરોના કરીલો દર્શન
શ્રી દ્વારકાધીશ મંદિર( દ્વારકા, ગુજરાત)
2500 વર્ષ જૂના આ પૌરાણિક મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કહેવાયા, અહીં દર્શન માત્રથી તમામ મનોકામના ફળે
શ્રીનાથજી મંદિર (નાથદ્વારા, રાજસ્થાન)
શ્રીનાથજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક આ મંદિર અહી બાળ સ્વરૂપે શ્રીનાથજીની થાય પૂજા અર્ચના
જગન્નાથ મંદિર (પુરી, ઓડિશા)
આ મંદિરમાં ભગવાન વિષ્ણુ જગન્નાથ સ્વરૂપે પૂજાય. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત
શ્રી રણછોડરાય મંદિર (ડાકોર, ગુજરાત)
શ્રી કૃષ્ણના ભક્ત બોડાણાની ભક્તિથી ખુશ થઇ ભગવાન શ્રી કૃષ્ણ આ મંદિરમાં રણછોડરાય સ્વરૂપે બિરાજમાન થયા
ઉડુપી શ્રી કૃષ્ણ મઠ( ઉડુપી, કર્ણાટક)
આ મંદિરમાં 8 મઠ આવેલા છે. આ મઠમાં સેવાનું અનોખુ મહત્ત્વ છે
નંદ મહેલ (ગોકુળ, ઉત્તરપ્રદેશ)
ભગવાન શ્રીકૃષ્ણએ બાળપણ આ પવિત્ર જગ્યા પર વિતાવ્યુ અહી બાળલીલાનો અનુભવ થાય
શ્રી બાલકૃષ્ણ મંદિર (હમ્પી, કર્ણાટક)
કર્ણાટકમાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર શિલ્પ-સ્થાપત્ય અને પુરાતન સંસ્કૃતિની યાદ અપાવે
પ્રેમ મંદિર( વૃંદાવન, ઉત્તર પ્રદેશ)
આ પ્રેમ મંદિર રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમનું ઉત્તમ ઉદાહરણ આ મંદિરની સ્થાપના જગદગુરૂ શ્રી કૃપાલુજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી