જયા એકાદશીનું વિધિવત્ વ્રત કરવાથી પાપોથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે. પરંતુ પૂજા દરમિયાન કેટલીક ભૂલો થવાથી વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. ચાલો જાણીએ કે જયા એકાદશી 2026 પર કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

1. ચોખા અને અન્નનું સેવન ન કરો

એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા અથવા અન્નથી બનેલી વસ્તુઓ ન ખાવા જોઈએ. શાસ્ત્રો અનુસાર એકાદશીએ અન્ન સેવન વર્જિત છે; આવું કરવાથી વ્રતનું પુણ્ય ઘટી શકે છે.

2. પૂજામાં તુલસીનો અભાવ ન રહે

ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. જયા એકાદશી પર તુલસીદળ અર્પણ કરવું અનિવાર્ય છે. ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસી તોડવી મનાઈ છે, તેથી તુલસી એક દિવસ પહેલા તોડી રાખો.

3. ખોટા સમયે પારણા ન કરો

એકાદશી વ્રતનું પારણા દ્વાદશી તિથિમાં યોગ્ય મુહૂર્તમાં કરવું ખૂબ જરૂરી છે. સૂર્યોદય પહેલાં અથવા ખોટા સમયે પારણ કરવાથી વ્રતનું ફળ ઓછું થઈ શકે છે.

4. અસત્ય, ક્રોધ અને નકારાત્મક વિચારો ટાળો

આ દિવસે માત્ર ઉપવાસ જ નહીં, પરંતુ મન, વાણી અને કર્મની શુદ્ધતા પણ આવશ્યક છે. અસત્ય બોલવું, ક્રોધ કરવો, નિંદા અથવા વિવાદ કરવાથી વ્રતનો પ્રભાવ નબળો પડે છે.

5. ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ન રાખો

પૂજામાં શંખ, દીવો, ધૂપ અને વિષ્ણુ સહસ્રનામ અથવા એકાદશી વ્રતકથાનું પાઠ અવશ્ય કરો. શ્રદ્ધા અને ધ્યાન વિના કરેલી પૂજાથી પૂર્ણ ફળ મળતું નથી.

6. રાત્રિ જાગરણનું મહત્વ

જયા એકાદશી પર રાત્રિ જાગરણ અને ભજન-કીર્તન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. શક્ય હોય તો આ નિયમનું પાલન અવશ્ય કરો. જયા એકાદશી 2026 પર શ્રદ્ધા, નિયમ અને સંયમ સાથે વ્રત-પૂજા કરીને અને ઉપરોક્ત ભૂલોથી બચીને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવી શકાય છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ પણ વાંચો: Gajkesari Yog 2026: મિથુન રાશિમાં શક્તિશાળી ગજકેસરી રાજયોગ, જીવનમાં આવશે પ્રગત્તિ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)