શ્રાવણ માસ આવે એટલે સમજો કે તહેવારની શરૂઆત થઇ ગઇ. 24 જુલાઇએ અમાસ છે. અને 25 જુલાઇથી શ્રાવણ માસનો પ્રથમ દિવસ. જે લોકો શ્રાવણ આખો ઉપવાસ કરે તેઓ એકમથી પણ શરૂઆત કરતા હોય છે અથવા તો અમાસથી પણ. શુક્રવારે શ્રાવણ માસ શરૂ થાય જ છે સાથે સાથે જીવંતિકાનું પણ વ્રત શરૂ થશે.કારણ કે 25 જુલાઇએ શુક્રવાર છે અને આ વ્રત શુક્રવારે કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કેમ કરવામાં આવે છે આ વ્રત અને કેવી રીતે કરવું..
કેમ કરાય છે આ વ્રત
આ વ્રત માતાઓ દ્વારા પોતાના બાળકના રક્ષણ માટે કરવામાં આવે છે. બાળકોનું આયુષ્ય વધે અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી શરૂ થાય છે. જો તમે પહેલા શુક્રવારે ન કરી શકો તો, બીજા શુક્રવારે વ્રત કરી શકો છો.
કેવી રીતે કરવું
આ દિવસે મહિલા નાહી ધોઇને લાલ રંગના કપડા પહેરે છે. પછી માતા જીવંતિકાને દીવો કરીને અબીલ ગુલાલ અને પુષ્થી પૂજા કરવામાં આવે છે.
ત્યારબાદ જીવંતિકા માતાના વ્રતની કથા વાંચવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડા ન પહેરવા જોઇએ.
આ વ્રતની કથા સાંભળ્યા પછી માતાજીની આરતી કરવામાં આવે છે. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે એકટાણું કરવાનું હોય છે. દિવસ દરમિયાન માતાજીના નામનુ રટણ કરવુ કોઇની નિંદા કે ટિપ્પણીઓ ન કરવી.
આ દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. એવું કહેવાય છે કે જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )