ગુરુ ગ્રહ જ્યારે નક્ષત્ર અથવા રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. હાલમાં ગુરુ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં વિરાજમાન છે. ત્યારબાદ 19 ઑગસ્ટ 2026, બુધવારે સવારે 3:37 વાગ્યે ગુરુ ગ્રહ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુ 31 ઑક્ટોબર 2026 સુધી આ જ નક્ષત્રમાં રહેશે.
આશ્લેષા નક્ષત્રના સ્વામી રાહુ
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આશ્લેષા નક્ષત્રના સ્વામી રાહુ છે. ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ તકો, આર્થિક પ્રગતિ અને કારકિર્દીમાં સફળતા લાવનાર માનવામાં આવે છે. ખાસ કરીને કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના જાતકોને તેનો સકારાત્મક લાભ મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે ગુરુનું આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશવું લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં પ્રગતિના નવા અવસર પ્રાપ્ત થશે. જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો યોગ્ય વિચાર સાથે કરેલું રોકાણ લાભદાયક બની શકે છે. પરિવારનું વાતાવરણ પણ સુખદ રહેશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ રહી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે અને કમાણીના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓ માટે પણ નવા કરારો અને સારા નફાની શક્યતા છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન ભાગ્યોદય કરાવનાર બની શકે છે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. વેપારમાં વિસ્તરણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતા વધશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને માન-સન્માનમાં વધારો થઈ શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે ગુરુનું આ પરિવર્તન ખૂબ શુભ માનવામાં આવે છે. આત્મવિશ્વાસ વધશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સફળતા મળશે. નોકરીમાં પ્રગતિના યોગ બનશે અને વેપારમાં આવક વધવાની શક્યતા છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળશે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે પણ ગુરુનું આશ્લેષા નક્ષત્રમાં ગમન લાભદાયક બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવા રોકાણમાંથી લાભ મળવાની શક્યતા રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે. મહેનત પ્રમાણે સફળતા પ્રાપ્ત થશે અને ભવિષ્ય માટે મજબૂત યોજનાઓ બનાવી શકશો.
આ પણ વાંચો: Ashadha Gupt Navratri 2026: ગુપ્ત નવરાત્રિ શા માટે છે વિશેષ? દસ મહાવિદ્યાઓની ઉપાસનાનું રહસ્ય જાણો
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)