નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો વ્રત, પૂજન અને દર્શન કરીને માતાની કૃપા મેળવવા પ્રયત્ન કરે છે. આ ખાસ અવસર પર એક એવા દિવ્ય ધામ વિશે જણાવીએ છીએ, જ્યાં આસ્થા માત્ર માન્યતા નથી, પરંતુ સજીવ ચમત્કાર તરીકે જોવા મળે છે.

જ્વાલા દેવી મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે

જ્વાલા દેવી મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે . અહીં મા જ્વાલાના સ્વરૂપમાં સદીઓથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે. ખાસ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ નથી, પરંતુ આ અખંડ જ્યોત જ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ જ્યોત ઘી, તેલ અથવા વાટ વગર 24 કલાક સતત પ્રજ્વલ્લીત રહે છે. આજ સુધી આ જ્યોત ક્યારેય બુઝાઈ નથી અને તેની જ્વાળામાં કોઈ ઘટાડો આવ્યો નથી.

અહીં જ્વાલા જ માતાનું દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે

અહીં જ્વાલા જ માતાનું દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં આ મંદિર વધુ ભવ્ય રીતે સજાવવામાં આવે છે. લાખો ભક્તો અહીં આવીને આ દિવ્ય જ્યોતના દર્શન કરે છે. આ માત્ર મંદિર નથી, પરંતુ આસ્થા અને ચમત્કારનું કેન્દ્ર છે, જ્યાં વિશ્વાસ જીવંત અનુભવાય છે.

મા દુર્ગાના 51 શક્તિપીઠોમાંથી એક 

આ ધામ મા દુર્ગાના 51 શક્તિપીઠોમાંથી એક ગણાય છે. માન્યતા મુજબ, જ્યારે માતા સતી યજ્ઞકુંડમાં પ્રવેશ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમના શરીરના ટુકડા કર્યા હતા. જેમાંથી તેમની જીભ અહીં પડી હતી. તે જ આ જ્યોતનું પ્રતિક માનવામાં આવે છે, જેની આજ સુધી પૂજા થાય છે.

મંદિરમાં કુલ 9 જ્વાલાઓ છે

મંદિરમાં કુલ 9 જ્વાલાઓ છે, જે સદીઓથી સતત પ્રજ્વલિત છે. આ જ્વાલાઓને મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, હિંગળાજ ભવાની, વિંધ્યવાસિની, અન્નપૂર્ણા, ચંડી દેવી, અંજના દેવી અને અંબિકા દેવીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ભક્તો માને છે કે આ જ્વાળાઓ માતાનું સ્વયં સ્વરૂપ છે, તેથી આ સ્થાનને જ્વાલામુખી કહેવામાં આવે છે. અહીં એક વિશેષતા એ પણ છે કે પ્રસાદ ચઢાવતા તે બળતો નથી, ફક્ત જ્વાલા જ પ્રજ્વલિત રહે છે. પૂજા પછી મળતા ચરણામૃતમાં પણ ઘણીવાર જ્વાળાના દર્શન થવાની વાત કહેવામાં આવે છે, જેને ભક્તો ચમત્કાર માને છે. 

આ પણ વાંચો: Grah Gochar: મંગળ-બુધની યુતિથી ચમકશે 3 રાશિનું ભાગ્ય, કારકિર્દીમાં મળશે ગોલ્ડન ચાન્સ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)