આ એકાદશી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવે છે અને માન્યતા છે કે આ દિવસે વ્રત, પૂજા અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
પંચાંગ મુજબ એકાદશી તિથિની શરૂઆત: 28 માર્ચ એટલે કે શનિવારે સવારે 08 વાગ્યે 45 મિનિટે થશે.
એકાદશી તિથિનું સમાપન: 29 માર્ચ રવિવારે સવારે 07 વાગ્યે 46 મિનિટે થશે.
ઉદય તિથિ મુજબ, 29 માર્ચના દિવસે કામદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
એકાદશીનું પારણ 30 માર્ચ સોમવારે સવારે 06 વાગ્યે 14 મિનિટથી 07 વાગ્યે 09 મિનિટ વચ્ચે કરવું શુભ માનવામાં આવે છે.
આ પવિત્ર દિવસે દાનનું ખાસ મહત્વ
આ પવિત્ર દિવસે દાનનું ખાસ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે જરૂરિયાતમંદોને અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખા, ગોળ, દાળ અને લોટનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની અછત રહેતી નથી અને માતા લક્ષ્મીની કૃપા રહે છે.
ભગવાન વિષ્ણુને પ્રિય તુલસીનો છોડ
આ ઉપરાંત પાણીથી ભરેલો ઘડો (કળશ), કપડા અને છત્રીનું દાન કરવું પણ શુભ ફળદાયક માનવામાં આવે છે. ઉનાળાના સમયમાં તરસ્યા લોકોને પાણી પીવડાવવું અથવા શરબત વહેંચવું પણ પુણ્યકારક છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનકામનાઓ પૂર્ણ કરે છે.
તુલસીના પાનનું દાન કરવું પણ આ દિવસે વિશેષ ફળ આપે
ભગવાન વિષ્ણુને પ્રિય તુલસીનો છોડ અથવા તુલસીના પાનનું દાન કરવું પણ આ દિવસે વિશેષ ફળ આપે છે. સાથે જ ગુળ, ફળ અને મીઠાઈનું દાન કરવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણાનું દાન કરવું ખૂબ જ પુણ્યદાયક છે. આથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.
કામદા એકાદશીના દિવસે કરાયેલ દાનનું અનેક ગણું ફળ મળે છે. સાચા મનથી અને શ્રદ્ધાથી કરાયેલ દાન આધ્યાત્મિક લાભ આપે છે તેમજ ઘરમાં ધન-ધાન્ય અને ખુશીઓ વધારવામાં મદદરૂપ બને છે.
આ પણ વાંચો: Lucky Dreams: અનેક અશુભ ઘટનાઓ સપનામાં દેખાય તો થાય શુભ, જાણો સ્વપ્ન શાસ્ત્ર શુ કહે છે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
