આ મંદિર ગુવાહાટીના નિલાચલ પર્વતો પર સ્થિત છે અને મા કામાખ્યા દેવીને સમર્પિત છે, જેઓ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં કોઈ મૂર્તિ નથી, પરંતુ યોનિ આકારની શિલાની પૂજા થાય છે, જે સ્ત્રી શક્તિ, સર્જન અને જીવનના સ્ત્રોતનું પ્રતિક છે.

દર વર્ષે અહીં પ્રસિદ્ધ Ambubachi Melaનું આયોજન થાય 

દર વર્ષે અહીં પ્રસિદ્ધ Ambubachi Melaનું આયોજન થાય છે, જે પૂર્વોત્તર ભારતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનું એક છે. આ મેળો સામાન્ય રીતે જૂન મહિનામાં થાય છે અને લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે.

આ મેળા દરમિયાન એક અનોખી માન્યતા જોડાયેલી છે

આ મેળા દરમિયાન એક અનોખી માન્યતા જોડાયેલી છે. માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન મા કામાખ્યા તેમના વાર્ષિક ઋતુચક્ર (માસિક ધર્મ)માંથી પસાર થાય છે. આ ત્રણ દિવસ દરમિયાન મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે, જેને દેવીના આરામ અને પવિત્રતા સાથે જોડવામાં આવે છે.

બ્રહ્મપુત્ર નદીનું પાણી લાલ રંગનું દેખાવા લાગે 

આ સમય દરમિયાન બ્રહ્મપુત્ર નદીનું પાણી લાલ રંગનું દેખાવા લાગે છે. લોકો માનતા હોય છે કે આ દેવીના ઋતુચક્રનું પ્રતિક છે. જોકે વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નદીમાં રહેલા ખનિજ તત્ત્વો અને કુદરતી પરિબળોના કારણે પાણીનો રંગ બદલાય છે.

ત્રણ દિવસ બાદ મંદિર ફરી ખુલ્લું મૂકવામાં આવે 

ત્રણ દિવસ બાદ મંદિર ફરી ખુલ્લું મૂકવામાં આવે છે અને ભક્તોને વિશેષ પ્રસાદ આપવામાં આવે છે, જેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ પ્રસંગ ભક્તોમાં આધ્યાત્મિક ભાવના અને શ્રદ્ધા વધારતો હોય છે.

આ રીતે કામાખ્યા મંદિર અને અંબુબાચી મેળો ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિના અનોખા સંયોજનનું પ્રતિબિંબ છે, જે દર વર્ષે હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ પણ વાંચો: Vipreet Rajyog 2026: વૈભવ કારક ગ્રહ શુક્રનો વિપરીત રાજયોગ થયો સક્રિય, આ રાશિ થશે માલામાલ