પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભક્તો શિવજીની પૂજા કરી રહ્યા છે. આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ અને તેનો મહિમા વિસ્તૃત જાણી રહ્યા છીએ. આજે આપણે મોક્ષની નગરીમાં સ્થિત એવા બાબા કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અને તેનો મહિમા જાણીએ. શિવજીની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. માત્ર એક લોટો જળ અર્ણણ કરવાથી ભોલેનાથ રીઝે છે. એથી જ શિવજીને ભોળીયા મહાદેવ કહેવામાં આવે છે.

કાશી વિશ્વનાથજી જ્યોતિર્લિંગ

કાશી વિશ્વનાથજી જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનુ એક છે. આ મંદિર હિંદુ ધર્મમાટે ખુબજ ખાસ છે. આ મંદિર પવિત્ર નગરી વારાણસીમાં સ્થિત છે. માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળપર ટકેલુ છે. કાશી પુરાતન સમયથી આધ્યાત્મિક કેન્દ્ર રહ્યુ છે.

કાશી વિશ્વનાથજી જ્યોતિર્લિંગની કથા

કાશિ વિશ્વનાથને લઇને એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. આ કહાનીમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી કે આપણામાં સૌથી વધારે શક્તિશાળી કોણ છે? આ ચર્ચાની મધ્યસ્થતા કરવા માટે ભગવાન શિવના વિશાળ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યુ.

શિવજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માને વિશાળ જ્યોતિર્લિંગનો સ્ત્રોત અને ઉંચાઇની માહિતી મેળવવા જણાવ્યુ બ્રહ્માજીએ પોતાના હંસ પર બેસીને આકાશ તરફ ઉંચાઇની જાણકારી મેળવવા અને વિષ્ણુ ભગવાન પૃથ્વીની અંદર ખોદકામ કરી ઉંડાઇ માપવા લાગ્યા. બંને કેટલાયે યુગો સુધી ઉંડાઇ કે ઉંચાઇની જાણકારી મેળવી જ ન શક્યા, હારીને ભગવાન વિષ્ણુ શિવજી સામે નત મસ્તક થઇ ગયા, બ્રહ્માએ ખોટી વાત જણાવી કે તેમને ઉંચાઇની જાણકારી મળી ગઇ છે.

આ જુઠ્ઠાણાથી ક્રોધિત થઇને શિવજીએ શ્રાપ આપ્યો કે તમારી ક્યાંય પૂજા નહી થાય. આથી તો ક્યાંય બ્રહ્માજીનું મંદિર નથી.


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.