29 માર્ચ 2026ના રોજ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના થવા જઈ રહી છે. છાયા ગ્રહ કેતુ પોતાના જ નક્ષત્ર મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે તેના પરિણામો વધુ પ્રભાવશાળી બને છે. કેતુનું આ ગોચર ખાસ કરીને ત્રણ રાશિઓ માટે ‘ગોલ્ડન પિરિયડ’ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ પર કેતુની કૃપા વરસવાની છે.
1. મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે આ સમય સોનેરી તક લઈને આવી શકે છે. કારકિર્દીમાં નવી સંભાવનાઓ ખુલશે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે. વેપારમાં અચાનક મોટો આર્થિક લાભ મળી શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયોમાં તમને સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં લાભ થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે.
2. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના લોકો માટે કેતુનો આ ગોચર સુખ અને સમૃદ્ધિનું સંકેત આપે છે. આર્થિક દૃષ્ટિએ આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે. જૂના રોકાણમાંથી સારો નફો મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જો તમે વિદેશમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો તમારી આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પરિવારિક જીવનમાં ખુશી અને સકારાત્મકતા રહેશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
3. ધન રાશિ (Sagittarius)
ધન રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન નવી સિદ્ધિઓનું કારણ બની શકે છે. કાર્યસ્થળે તમને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓ માટે કોઈ મોટી ડીલ પૂર્ણ થવાની સંભાવના છે. કામકાજને કારણે વિદેશ પ્રવાસના યોગ બની શકે છે. આ સમય દરમિયાન તમારી આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે, જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થશે.
આ પણ વાંચો: Shukra Gochar 2026: શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિને પડશે આર્થિક ફટકો
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)