રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

મનનાં ઓરતાંઓ કે અપેક્ષાઓ અધૂરાં રહેતાં જણાશે. મનને સમતોલ રાખવું યોગ્ય થશે. નાણાકીય ગૂંચવણો-અભાવ અને કટોકટી નિવારવા અન્યની મદદ લેવી પડે. બચત અશક્ય લાગે. વ્યવસાય ક્ષેત્રે, નોકરીમાં આપને ઘણી અગવડો દેખાય, પરંતુ જો પ્રયત્નો કરશો તો સારું ફ્ળ પ્રાપ્ત થાય. પતિ-પત્ની કે કુટુંબીજન-પ્રિયજન અંગે ઘણી ગેરસમજો ચકમક સર્જી શકે. સમજદારી રાખવી. આરોગ્ય મધ્યમ. પ્રવાસ સફળ.

વૃષભ (બ.વ.ઉ.)

આપના મનની સ્થિતિ ડામાડોળ કે ટેન્શન કરાવે તેવી ઘટનાઓ સર્જાય. સંયમ શાંતિ વધુ કામ લાગે. આર્થિક વ્યવહારોમાં પણ વધુ ખોટા નિર્ણયો-ખર્ચા- રોકાણ ન થાય તે જોજો. તો લાભ વધારી શકે. નોકરિયાતને કાર્યચિંતા ઉકેલાય. વ્યવસાયમાં ધીમી મક્કમ પ્રગતિ સ્થિરતા આવે. પરિવારજનો, સ્વજન સાથેના સંબંધોમાં સુલેહ રહે. તબિયત બગડી શકે. પ્રવાસ ફળદાયી બને.

મિથુન (ક.છ.ઘ.)

માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. સંજોગોને મન પર હાવી ન થવા દેવા. આર્થિક પરિસ્થિતિને સમતોલ રાખવાના ઉપાય-પ્રયત્નો સફળ થાય. આવકનો માર્ગ મળી આવે. નોકરિયાત વર્ગને સાનુકૂળતા-તક મળે. ધંધા-વ્યવસાય કે અન્ય મહત્ત્વનાં કાર્યો વિલંબ સાથે સફળ બને. પતિ-પત્ની કે મિત્ર-પ્રિયજનની સમસ્યાઓ હલ થાય. મનમેળ સર્જાય. આરોગ્ય અંગે સાવધાન. પ્રવાસમાં વિઘ્ન જણાય.

કર્ક (ડ.હ.)

આપની બેચેની-વ્યથા કે અકારણ રહેતું તાણ હળવું કરવાનો ઉપાય કારગત બને. આવક સામે જાવક વધી જવાથી એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિમાંથી લાંબાગાળે ધીમે ધીમે બહાર આવી શકો. નોકરિયાત વર્ગને ધાર્યું ફળ મળે. ધંધા-વ્યવસાયમાં પ્રગતિ જણાય. કાર્ય સફળતાનો યોગ રચાય. કૌટુંબિક જીવન, ભાગીદારી કે અન્ય સંબંધો બાબત ગેરસમજો વધે તેવો પ્રસંગ ટાળવાથી શાંતિ મળે. આરોગ્ય સાચવી શકો. પ્રવાસ વિલંબિત.

સિંહ (મ.ટ.)

આપની ધીરજની કસોટી થાય તેવા સંજોગો માનસિક તણાવ સર્જે પણ યોગ-આધ્યાત્મ માર્ગે શાંતિ મેળવી શકો. આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા હો તો સ્થિતિ સુધારી શકશો. મદદ મળે. નોકરીમાં ધીમી સફળતા-પ્રગતિ છે. ધંધા-વ્યવસાયમાં હજી લાભો દૂર દેખાય. કામકાજોમાં પ્રગતિ વધે. સાંસારિક-સામાજિક બાબતો કે પ્રિયજન-મિત્ર અંગે સંજોગો સાનુકૂળ બને. આરોગ્ય નરમ રહે. પ્રવાસમાં અડચણ.

કન્યા (પ.ઠ.ણ.)

આપના મનનો બોજો-ટેન્શન વગેરે ધીમે ધીમે ઊતરતા રાહત થાય. આશાવાદી રહેજો. આવક વધારવાના પ્રયત્નો વિલંબથી ફળે. ઉઘરાણી પર ધ્યાન વધારજો. નુકસાનકારક નિર્ણયો ટાળજો. મહત્ત્વની ધંધાકીય કામગીરી કે અન્ય કાર્યોમાં યોગ્ય નિર્ણય લાભકારક બને. નોકરીમાં સમસ્યાનો હલ મળે. ગૃહજીવનમાં ચકમકનો પ્રસંગ આવે. પરસ્પરને સમજી ચાલવાથી શાંતિ. આરોગ્ય અંગે વધુ સાવધાની રાખવી. પ્રવાસમાં વિઘ્ન બાદ સફળતા.

તુલા (ર.ત.)

મનોવેદના-વ્યથાઓનાં વાદળો વિખેરાય. આશા-ઉત્સાહ વધશે. નાણાભીડનો ઉકેલ મળે. લાભની તકો આવે. ઉઘરાણી આવી શકે. ખર્ચ વધવા ન દેશો. આપના ધંધા, નોકરીના ક્ષેત્રે સંજોગો રાહત આપે. સુધરતા જોવા મળે. કોઈનો સાથ-સહકાર ઉપયોગી. પતિ-પત્ની અને પ્રિયજન, મિત્ર અંગે સંજોગો અશાંત બની શકે પણ ત્યાર બાદ સુમેળ સર્જાય. આરોગ્ય સચવાય. પ્રવાસ મજાનો.

વૃશ્ચિક (ન.ય.)

માનસિક મૂંઝવણ કે શંકા-કુશંકાઓથી બચવા આપે નકારાત્મક વિચારો અટકાવવા. આવકનો માર્ગ સાંકડો અને જાવક વધતાં પરિસ્થિતિ ભીંસમાં આવે. બચત વધારવી મુશ્કેેલ. નોકરિયાત વર્ગને હજી યોગ્ય ફળ ન મળે. ધંધા-વ્યવસાયના ક્ષેત્રે સફળતા વધે છતાં યોગ્ય વળતર ન જણાય. જીવનસાથીનો સહકાર મળે. પ્રિયજનથી સંવાદિતા સર્જી શકશો. મૈત્રીનો રંગ ઘટ્ટ થાય. આરોગ્ય સુધરશે. પ્રવસમાં વિલંબ આવે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

તણાવ કે ચિંતાઓ નિવારવા માટે હકારાત્મક વલણ અને સુવિચારો મદદરૂપ થશે. આર્થિક સ્થિતિ ભલે બહુ સુધરે નહીં, પરંતુ કામ-વ્યવહારો નિભાવી શકો. લાભ દૂર જતો લાગે. નોકરીમાં કોઈ અગત્યનું કામ થાય. ધંધા-વ્યવસાયમાં સમય સુધરે. કોઈ મહત્ત્વનું કામ સફળ બને. ગૃહજીવન કે પ્રિયજન અંગે સમય મનદુઃખ ન સર્જે તે જોજો. આરોગ્યની કાળજી લેજો. પ્રવાસ ફળે.

મકર (ખ.જ.)

મનની શાંતિ અને સ્વસ્થતા વધારવા માટે યોગ-આધ્યાત્મનો માર્ગ મદદરૂપ થાય. આવકવૃદ્ધિની તક મળે. ઉઘરાણી મળે. લોન, ચુકવણીઓ અંગે રાહત મળે. નોકરિયાતને કામકાજમાં પ્રગતિ વધે. ધંધા-વ્યવસાય કે અન્ય કાર્યો અંગે સમય કઠિન છતાં સફળથાનો બને. જીવનસાથીની સહાય ઉપયોગી. પ્રિયજનથી ગેરસમજ ટાળવી. તબિયત જળવાય. પ્રવાસ મજાનો.

કુંભ (ગ.શ.સ.)

આપની સમસ્યાઓ ધીમેધીમે હવે હળવી બને. નવી આશા જાગે. નાણાકીય કામકાજો અંગે આપના પ્રયત્નો ફળે. સ્વજન-મિત્રની મદદ મળે. ફસાયેલા નાણાં અંગે હજી વિલંબ વધે. નોકરિયાત વર્ગને ઉપરીનો સાથ વધે. સફળતા મળે. ધંધા-વ્યવસાયની બાબતો અંગે ચિંતાનો હલ મળે. નવીન કામગીરી માટે સાનુકૂળતા. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી લેજો. પ્રિયજન, મિત્ર સાથે સુમેળ રાખજો. આરોગ્ય ચિંતા દૂર થાય. પ્રવાસ ફળશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મનની મૂંઝવણો-વેદના કે તાણ હળવી કરવા પ્રવૃત્તિશીલ રહેજો. આવક અંગેના પ્રયત્નો સાર્થક બને. મદદ આવી શકે. ખર્ચા વધવા ન દેશો. નોકરીમાં હજી લાભ દૂર દેખાય. છતાં સંજોગો સારા બને. ધંધા-વ્યવસાયા ક્ષેત્રે આયોજન કે વ્યૂહ સફળ બને. જે લાભકારક નીવડે. પતિ-પત્ની કે સ્વજન સાથેના સંબંધો બગડે નહીં તે જોજો. આરોગ્ય સાચવવું જરૂરી માનજો. પ્રવાસ અંગે સાનુકૂળતા.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)