વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર અને તર્કશક્તિનો કારક માનવામાં આવે છે, જ્યારે શુક્ર ગ્રહ ધન, વૈભવ, સુખ-સમૃદ્ધિ, પ્રેમ અને આકર્ષણના કારક છે. 

જ્યારે આ બંને શુભ ગ્રહો વચ્ચે અનુકૂળ સંબંધ બને છે ત્યારે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, આર્થિક પ્રગતિ અને સફળતાના નવા માર્ગો ખુલતા હોવાનું માનવામાં આવે છે.

જ્યોતિષીય ગણતરી અનુસાર 13 ઑગસ્ટ 2026ના રોજ બુધ અને શુક્ર એકબીજાથી 60 ડિગ્રીના કોણ પર રહેશે. વૈદિક જ્યોતિષમાં આ સ્થિતિને બુધ-શુક્રની લાભ દૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ દૃષ્ટિને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે ધનલાભ, કારકિર્દીમાં પ્રગતિ, વેપારમાં સફળતા અને પ્રેમ સંબંધોમાં મધુરતા લાવી શકે છે. આવો જાણીએ કે કઈ ચાર રાશિઓને તેનો વિશેષ લાભ મળી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. બુધ સાથેની શુભ લાભ દૃષ્ટિના કારણે તમારા જીવનમાં પ્રગતિના નવા અવસર મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. રોકાણમાંથી સારો નફો મળી શકે છે. નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે, જેના કારણે પ્રમોશન અથવા પગારવધારાની તક મળી શકે છે. પરિવારમાં આનંદ અને સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના સ્વામી બુધ હોવાથી આ શુભ દૃષ્ટિ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળે તમારી બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતાની પ્રશંસા થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા મહત્વપૂર્ણ સોદા પૂર્ણ થઈ શકે છે. પ્રેમ જીવનમાં સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે. અવિવાહિત લોકોને નવો જીવનસાથી મળવાની સંભાવના છે. અચાનક ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના સ્વામી પણ બુધ ગ્રહ છે. તેથી બુધ-શુક્રની આ શુભ દૃષ્ટિ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બની શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને મનપસંદ કંપનીમાંથી ઓફર મળી શકે છે. શેરબજાર અથવા અગાઉ કરેલા રોકાણમાંથી અણધાર્યો લાભ મળવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં નવી ઊર્જા અને વિશ્વાસ જોવા મળશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે બુધ અને શુક્રની આ સ્થિતિ ભાગ્ય અને આર્થિક લાભના નવા દ્વાર ખોલી શકે છે. વેપારમાં અટવાયેલા નાણાં પાછા મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથી અથવા લવ પાર્ટનર સાથે પ્રવાસનું આયોજન બની શકે છે. તમારી મીઠી વાણી અને સારા વર્તનથી લોકો પ્રભાવિત થશે, જેના કારણે સામાજિક પ્રતિષ્ઠા અને સંપર્કો બંનેમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: Navpancham Yog: બુધ-શનિનો નવપંચમ યોગ 22 ઑગસ્ટ સુધી રહેશે પ્રભાવશાળી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)