શિવપ્રિય રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની બેચેની દૂર થાય છે, તણાવમાં રાહત મળે છે અને ધ્યાન કરવાની શક્તિ વધે છે. કહેવાય છે કે આ રુદ્રાક્ષ નકારાત્મક ઉર્જા, બુરા પ્રભાવ, ડર અને માનસિક વિચલનોથી રક્ષણ આપે છે. તેના પ્રભાવથી ચિત્ત શાંત થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે. આ રુદ્રાક્ષ માત્ર આધ્યાત્મિક ઉર્જા જ નહીં આપે, પરંતુ વ્યવહારીક જીવનમાં પણ મદદરૂપ બને છે. જેમ કે નિર્ણય ક્ષમતા વધારવી, કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવી, સંબંધોમાં સુમેળ રાખવો અને મનોબળ વધારવું.
એક મુખી રુદ્રાક્ષ
અર્થ: શિવ સ્વરૂપ, એકત્વનું પ્રતિક
લાભ: આધ્યાત્મિક વૃદ્ધિ, ધ્યાનમાં એકાગ્રતા, દિવ્ય ઊર્જા સાથે જોડાણ વધે છે.
બે મુખી રુદ્રાક્ષ
અર્થ: અર્ધનારીશ્વર સ્વરૂપ
લાભ: સંબંધોમાં સુમેળ, મનમાં સંતુલન, દાંપત્ય જીવનમાં સુખ આપે છે.
ત્રણ મુખી રુદ્રાક્ષ
અર્થ: અગ્નિ દેવનું પ્રતિક
લાભ: આત્મવિશ્વાસમાં વધારો કરે છે, પાપ તથા માનસિક ભારમાંથી મુક્તિ મળે છે.
ચાર મુખી રુદ્રાક્ષ
અર્થ: બ્રહ્મા સ્વરૂપ
લાભ: બુદ્ધિ, સ્મરણશક્તિ અને સંવાદ કૌશલ્ય સુધારે છે.
પંચ મુખી રુદ્રાક્ષ
અર્થ: કાળાગ્નિ રુદ્ર
લાભ: મનને શાંતિ, તણાવમાં રાહત, સ્વાસ્થ્ય માટે અનુકૂળ.
છ મુખી રુદ્રાક્ષ
અર્થ: કાર્તિકેય સ્વરૂપ
લાભ: સાહસ, શક્તિ અને આત્મનિયંત્રણ વધે છે.
સાત મુખી રુદ્રાક્ષ
અર્થ: મા લક્ષ્મીનું પ્રતિક
લાભ: ધન, સમૃદ્ધિ, સદ્દભાગ્ય અને આર્થિક સ્થિરતા મળે છે.
આઠ મુખી રુદ્રાક્ષ
અર્થ: ગણેશજીનું સ્વરૂપ
લાભ: અવરોધો દૂર કરે છે, સફળતા અને શુભફળ આપે છે.
નવ મુખી રુદ્રાક્ષ
અર્થ: મા દુર્ગાનું સ્વરૂપ
લાભ: નકારાત્મક ઊર્જાથી રક્ષણ, સહાસ અને શક્તિમાં વધારો કરે.
દસ મુખી રુદ્રાક્ષ
અર્થ: ભગવાન વિષ્ણુનું સ્વરૂપ
લાભ: ભય દૂર કરે છે, આત્મવિશ્વાસ વધારે છે, નિર્ણય ક્ષમતા મજબૂત બને છે.
અગિયાર મુખી રુદ્રાક્ષ
અર્થ: હનુમાનજી અને રુદ્ર સ્વરૂપ
લાભ: નેતૃત્વ ગુણ, એકાગ્રતા અને આત્મનિયંત્રણ વધે છે.
બાર મુખી રુદ્રાક્ષ
અર્થ: સૂર્ય દેવ
લાભ: શક્તિ, તેજ, પ્રતિષ્ઠા, સદ્દભાગ્ય અને આરોગ્યમાં લાભ આપે છે.
તેર મુખી રુદ્રાક્ષ
અર્થ: કામદેવ અને શિવ શક્તિ સ્વરૂપ
લાભ: આકર્ષણ, સર્જનાત્મકતા, સદ્દભાગ્ય અને આધ્યાત્મિક વિકાસ વધે છે.
ચૌદ મુખી રુદ્રાક્ષ
અર્થ: હનુમાનજી અને ભગવાન શિવના આશીર્વાદ
લાભ: વફાદારી, સાહસ, માનસિક શાંતિ, રક્ષણ અને બુદ્ધિ આપે છે.
શનિ તથા અન્ય ગ્રહોના નકારાત્મક પ્રભાવ ઘટાડે છે અને નિર્ણય ક્ષમતા સુધારે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)