દરેકની ઇચ્છા હોય કે સફળતા તેમના કદમ ચુમે, જે પણ કામ કરે તેમા સફળતા મળતી રહે. મહેનત રંગ લાવે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે. કેટલાક લોકો ખુબ જ મહેનત કરે છે અને રાત-દિવસ મહેનત કરે છે આમ છતા એક વસવસો રહી જાય કે તેમને જોય તેવી મહેનતમાં સફળતા મળતી નથી. રત્નશાસ્ત્રમાં એવા કેટલાક રત્ન આપેલા છે જે ગ્રહોની સ્થિતિ અનુસાર લાભ આપે છે. આપણે આજે એવાજ પ્રભાવી રત્ન અંગે વાત કરીશુ જે સો ટકા સફળતાની ગેરંટી આપે છે.

ટાઇગર આઇ (Tiger Eye)

ટાઇગર આઇ એવુ રત્ન છે જે સીધી રીતે આર્થિક સમસ્યાનુ સમાધાન કહેવાય છે. આકર્ષક પીળા અને ભૂરા રંગ અને કાળા પટ્ટાની પેટર્ન ધરાવતુ આ રત્ન ખુબજ ચમત્કારીક ગણાય છે. આને ધારણ કરવાથી નાણાકીય મુશ્કેલીઓ ટળે છે

આ રત્ન ધારણ કરવાથી શું લાભ થાય?

વેપાર-રોજગારમાં વધારો થાય, માનસિક સ્થિરતામાં વધારો થતા નિર્ણય લેવામાં સરળતા રહે. જે કરો તેમાં સ્પષ્ટ રહો.

હીરો (Diamond)

ધન-વૈભવ અને ભૌતિક સુખનો દાતા શુક્રનુ આ રત્ન સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. રત્ન ફક્ત ખુબસુરતીનું પ્રતીક નથી તે ધન-વૈભવ અને સુખ આપી ઉર્જાવાન બનાવે છે.

આ રત્ન ધારણ કરવાથી શું લાભ થાય?

સંપત્તિમાં વધારો થાય, સામાજીક પ્રતિષ્ઠા વધે. શુક્રવારે હીરો ધારણ કરવાથી અનેક લાભ મળે. હીરાને સોનામાં કે પ્લેટિનમમાં ધારણ કરવાથી અઢળક લાભ મળે.

પોખરાજ (Topaz)

પીળા પોખરાજને ગુરૂ ગ્રહ સાથે જોડવામાં આવે છે. આને ધારણ કરવાથી જીવનની તમામ મુશ્કેલી દૂર થાય છે. પાખરાજને ધારણ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે.

આ રત્ન ધારણ કરવાથી શું લાભ થાય?

આ રત્ન પહેરવાથી રોકાણમાં લાભ થાય. શિક્ષણ અને કરિયર પર પ્રભાવ પડે. તર્જની આંગળીમાં ધારણ કરવો. યાદ રાખો શુદ્ધ અને પ્રાકૃત્તિક પોખરાજને જ પસંદ કરવો. 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)