આ દિવસ સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે. માઘ માસને ધર્મ, જપ અને તપનો મહિનો કહેવામાં આવે છે અને તેની પૂર્ણિમા તિથિ સમગ્ર માસનો સર્વશ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો મુજબ માઘ પૂર્ણિમાના દિવસે કરેલું દાન અને પૂજા જીવનના દુઃખ-કષ્ટોને દૂર કરે છે અને મોક્ષનો માર્ગ મોકળો કરે છે. જ્યોતિષીઓ અનુસાર, આ દિવસે કેટલીક ભૂલોથી બચવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ એવી ભૂલો વિશે.
મોડું ન ઊઠવું
શાસ્ત્રો અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે મોડું સૂવું ન જોઈએ. આ દિવસે વહેલું ઊઠીને બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. મોડું ઊઠવું અત્યંત અશુભ ગણાય છે.
ક્રોધ અથવા ઝઘડો ન કરવો
આ દિવસે ગુસ્સો કરવો, કોઈ સાથે વિવાદ કરવો કે કઠોર શબ્દો બોલવા પુણ્યનો નાશ કરે છે. શાસ્ત્રોમાં તેને માનસિક અશુદ્ધિ માનવામાં આવી છે.
તામસિક ભોજનથી દૂર રહેવું
માઘ પૂર્ણિમાના દિવસે માંસ, દારૂ, લસણ-ડુંગળી અથવા વધુ મસાલેદાર ભોજનનો ત્યાગ કરવો જોઈએ. આ દિવસે સાત્વિક આહાર લેવાથી જ શુભ ફળ મળે છે.
જરૂરિયાતમંદને ખાલી હાથ ન મોકલવો
માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. જો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દ્વારે આવે, તો તેને ખાલી હાથ ન મોકલવો, કારણ કે આવું કરવું અશુભ ગણાય છે.
ઘરમાં અંધકાર ન રાખવો
માઘ પૂર્ણિમાના દિવસે ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં અંધકાર ન રહે. માન્યતા છે કે આ પવિત્ર તિથિએ માતા લક્ષ્મી ઘરમાં આગમન કરે છે, પરંતુ જો ઘરમાં અંધકાર હોય તો તેમનું પ્રવેશ થતું નથી અને શુભ ફળથી વંચિત રહેવું પડે છે.
આ પણ વાંચો: Tulsi Mala Niyam: તુલસીમાળા પહેરવાના જાણીલો નિયમ, શું છે ધાર્મિક માન્યતા
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)