કેટલાક શિવલિંગ એવા છે જેને “સ્વયંભૂ” કહેવાય છે, એટલે કે જે માનવ હાથે સ્થાપિત નથી થયા, પરંતુ સ્વયં પ્રગટ થયા છે. આવા શિવલિંગોમાં વિશેષ દિવ્ય શક્તિ અને આધ્યાત્મિક ઉર્જા હોવાનો વિશ્વાસ છે. ઉજ્જૈનથી લઈને કેદારનાથ સુધી ભારતના અનેક પવિત્ર સ્થળોએ આવા ચમત્કારીક શિવલિંગોની આવેલા છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને અતિ પ્રાચીન અને ચમત્કારીક માનવામાં આવે છે

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને અતિ પ્રાચીન અને ચમત્કારીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા હતા. ઉત્તરાખંડના હિમાલયમાં આવેલું કેદારનાથ ધામ પણ સ્વયંભૂ શિવલિંગ માટે પ્રસિદ્ધ છે. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવોએ અહીં ભગવાન શિવની આરાધના કરી હતી અને શિવે બળદના રૂપમાં દર્શન આપ્યા હતા.

કાશી વિશ્વનાથ (વારાણસી), ત્ર્યંબકેશ્વર (નાશિક), ઓમકારેશ્વર (મધ્ય પ્રદેશ) સ્વયંભૂ શિવલિંગ

આ ઉપરાંત કાશી વિશ્વનાથ (વારાણસી), ત્ર્યંબકેશ્વર (નાશિક), ઓમકારેશ્વર (મધ્ય પ્રદેશ), ભીમાશંકર (મહારાષ્ટ્ર) અને મલ્લિકાર્જુન (શ્રીશૈલમ) જેવા અનેક પવિત્ર સ્થાનો પર સ્થિત શિવલિંગોને પણ દિવ્ય પ્રગટ માનવામાં આવે છે. ભક્તો માને છે કે આવા સ્વયંભૂ શિવલિંગના દર્શન અને પૂજા કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ બધા તીર્થસ્થાનો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વ ધરાવે છે. સ્વયંભૂ શિવલિંગો ભગવાન શિવની અનંત શક્તિ અને કૃપાનું પ્રતિક માનવામાં આવે છે, જે ભક્તોના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે છે.

આ પણ વાંચો: Surya Grahan 2026: શા માટે થાય સૂર્ય ગ્રહણ, ક્યાં દેખાશે વર્ષનું પહેલુ ગ્રહણ, જાણો ટાઇમ ટેબલ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)