આ દિવસે ભક્તો ઉપવાસ, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરે છે. શિવ પૂજામાં ફૂલોનું ખાસ મહત્વ છે, કારણ કે દરેક ફૂલનું પોતાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોય છે. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે કેટલાક ફૂલો શિવજીને અર્પણ કરવામાં આવતા નથી. આવો જાણીએ સંપૂર્ણ યાદી.
શિવજીને અર્પણ કરવા યોગ્ય ફૂલો
1. ધતૂરો:
ભગવાન શિવને ધતૂરો અત્યંત પ્રિય માનવામાં આવે છે. તે નકારાત્મક શક્તિઓને દૂર કરવાનું પ્રતિક છે.
2. આક (મંદાર)નું ફૂલ:
આ ફૂલ શિવજીને અર્પણ કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે.
3. બિલ્વપત્ર સાથે સફેદ ફૂલ:
બિલ્વપત્ર તો અનિવાર્ય છે, પરંતુ તેની સાથે સફેદ કમળ અથવા સફેદ કરેણ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
4. કરેણ (ખાસ કરીને સફેદ):
શાંતિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે.
5. કમળ:
સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે કમળ અર્પણ કરવામાં આવે છે.
6. ચમેલી અને મોગરો:
તેમની સુગંધ શિવજીને પ્રિય માનવામાં આવે છે.
આ ફૂલોથી પરહેજ રાખો
1. કેતકી (કેવડા)નું ફૂલ:
પૌરાણિક કથાઓ અનુસાર કેતકી શિવજીને અર્પણ કરાતું નથી. ફક્ત એક કેવડા ત્રીજે જ શિવજીને કેવડો અર્પણ થાય છે.
2. તુલસી:
તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે, તેથી શિવ પૂજામાં તેનો ઉપયોગ કરાતો નથી.
3. અત્યંત લાલ ચટક રંગના ફૂલ:
શિવજીને સાદગી અને સાત્વિકતા પ્રિય છે, તેથી ખૂબ જ ભડકીલા ફૂલોથી દૂર રહેવું.
શિવપૂજામાં આટલુ યાદ રાખો
મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્ત અથવા નિશીથ કાળમાં પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે. “ૐ નમઃ શિવાય” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરો. ફૂલો તાજા અને સ્વચ્છ હોવા જોઈએ. શુદ્ધ ભાવ અને શ્રદ્ધાથી અર્પણ કરાયેલું એક નાનું ફૂલ પણ મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂરતું છે.
આ પણ વાંચો: Rudraksha: Rudraksha: આત્મવિશ્વાસ વધારવા અને મુશ્કેલીઓથી મુક્તિ માટે ધારણ કરો રૂદ્રાક્ષ, જાણો ધારણ કરવાની વિધિ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)