પંચાંગ અનુસાર આ દિવસે ગ્રહોના સેનાપતિ ‘મંગળ’ અને મનના કારક ‘ચંદ્ર’ મળી ‘મહાલક્ષ્મી રાજયોગ’ રચી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને ધન અને વૈભવનું શક્તિશાળી સંકેત માનવામાં આવે છે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિઓ માટે વિશેષ શુભ પરિણામ મળવાની શક્યતા છે. આવો જાણીએ કઈ રાશિઓની તિજોરી ભરાવાની છે.

મહાલક્ષ્મી રાજયોગ શું છે?

જ્યારે જન્મકુંડળીમાં મંગળ અને ચંદ્ર એકબીજા સાથે કેન્દ્ર અથવા ત્રિકોણ ભાવમાં હોય અથવા શુભ દૃષ્ટિ કરે, ત્યારે મહાલક્ષ્મી રાજયોગ બને છે. મંગળ સાહસ, ઊર્જા અને જમીનનો પ્રતિક છે, જ્યારે ચંદ્ર મન, શાંતિ અને ધનની આવકનો કારક છે. આ બંનેની શુભ યુતિ વ્યક્તિને આર્થિક લાભ સાથે માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ અપાવે છે.

આ 3 રાશિઓ માટે શુભ સમય

1. વૃષભ રાશિ (Taurus):

આ રાજયોગ વૃષભ રાશિ માટે આશીર્વાદ સમાન છે. જૂના રોકાણમાંથી મોટો નફો મળી શકે છે. નોકરીમાં પ્રશંસા અને પગારમાં વધારો શક્ય છે. અધૂરા કામ ઝડપથી પૂર્ણ થશે. નવી મિલ્કત અથવા વાહન ખરીદવાનો વિચાર કરી શકો છો.

2. કર્ક રાશિ (Cancer):

મંગળ-ચંદ્રની આ યુતિ કર્ક રાશિના જાતકોના કરિયરમાં તેજ લાવશે. વ્યવસાયમાં મોટી ડીલ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારનો તણાવ ઓછો થશે અને મિત્રોનો સહયોગ મળશે. અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થઈ શકે છે.

3. વૃશ્ચિક રાશિ (Scorpio):

વૃશ્ચિક રાશિ માટે આ સમય પ્રોફેશનલ જીવનમાં સુવર્ણ અવસર સમાન છે. સમાજમાં માન-સન્માન વધશે. કાનૂની મામલામાં લાભ મળી શકે છે. વ્યવસાય માટે લોન સરળતાથી મળી શકે છે અને આવક સ્થિર બનશે.

શુભ ફળ મેળવવા ઉપાય

16 માર્ચે માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને “ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ” મંત્રનો જપ કરો, જેથી આ રાજયોગનો પૂર્ણ લાભ મળી શકે.

આ પણ વાંચો: Surya Grahan 2026: 6 મિનિટ 22 સેકન્ડ અંધારૂ છવાઇ જશે, આ દિવસે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)