મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, રુદ્રાભિષેક કરે છે અને બીલીપત્ર, ધતુરો, ભાંગ, દૂધ અને ગંગાજળ અર્પણ કરે છે. માન્યતા છે કે સાચા ભાવથી કરેલી પૂજાથી ભોળેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે, જે શિવલિંગ પર અર્પણ કરવી નહીં જોઈએ.
દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે
દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ માત્ર વ્રત નથી, પરંતુ તે મહાદેવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનનો મહાપર્વ છે. આ વર્ષે મહાશિવરાત્રિનો પાવન તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ દિવસે ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વૈવાહિક જીવન સુખમય રહે છે.
આ વર્ષની મહાશિવરાત્રિ વિશેષ માનવામાં આવી રહી છે
આ વર્ષની મહાશિવરાત્રિ વિશેષ માનવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્રના ગણિત મુજબ આ વખતે મહાશિવરાત્રિના દિવસે ઘણા દુર્લભ અને શક્તિશાળી યોગો બનશે. આ દિવસે શિવલિંગનો જલાભિષેક અને રુદ્રાભિષેક ઉપરાંત કેટલીક વિશેષ પૂજન સામગ્રી ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે શિવ પૂજામાં ચઢાવવામાં આવતી નથી. આવો જાણીએ કે આ વસ્તુઓ કઈ છે?
શિવ પૂજામાં સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું
સૌપ્રથમ, હળદર શિવલિંગ પર ચઢાવવી નહીં. હળદરનો સંબંધ સૌભાગ્ય અને સ્ત્રીત્વ સાથે માનવામાં આવે છે, જ્યારે શિવ વૈરાગ્ય અને સંન્યાસના પ્રતિક છે.
કુમકુમ અથવા સિંદૂર પણ શિવલિંગ પર અર્પણ કરાતું નથી, કારણ કે તે સુહાગનું પ્રતિક છે.
તુલસીના પાન પણ ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી. ધાર્મિક માન્યતા મુજબ તુલસી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે, તેથી તેને શિવ પૂજામાં સમાવેશ કરાતો નથી.
આ ઉપરાંત કેતકીનું ફૂલ પણ શિવલિંગ પર ચઢાવવું નિષિદ્ધ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર કેતકીએ એક વખત અસત્યનો સાથ આપ્યો હતો, તેથી ભગવાન શિવે તેને પૂજામાં વર્જીત કર્યું.
શિવ પૂજામાં સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસી ફૂલ, અશુદ્ધ પાણી અથવા નિષ્ઠા વગર કરેલી પૂજાને અધૂરી માનવામાં આવે છે.
મહાશિવરાત્રિ પર વિશેષ કૃપા મેળવવા માટે ત્રણ પાંદડાવાળુ બીલીપત્ર, કાચું દૂધ, મધ અને ગંગાજળ અર્પણ કરો. સાચી ભક્તિ અને શ્રદ્ધા જ મહાદેવને પ્રસન્ન કરવાની સાચી ચાવી છે.
આ પણ વાંચો: Vastu Tips : બંધ કિસ્મતનું તાળું ખોલી દેશે આ વસ્તુ! બસ ચોખાના ડબ્બામાં છુપાવી દો આ એક વસ્તુ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)