મહાશિવરાત્રિના પવિત્ર પર્વે ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવાનો વિશેષ મહિમા જણાવાયો છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે.શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતા ના અધ્યાય 39 માં મહાશિવરાત્રિ વિશે વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે.
આ દિવસે મંદિરમાં જઈને વિધિપૂર્વક ભગવાન શિવનું પૂજન કરવું
આ દિવસે મંદિરમાં જઈને વિધિપૂર્વક ભગવાન શિવનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે પ્રાર્થના કરવી કે “હે નીલકંઠ! હું આપને પ્રાર્થના કરું છું કે મારી ઉપર કૃપા કરો, મારા જીવનના બધા દુઃખ દૂર કરો અને મારા બધા કાર્ય સિદ્ધ કરો. કામ, ક્રોધ, મોહ વગેરે દોષોથી મને મુક્ત કરો.”
જલાભિષેક સૌથી વધુ લાભદાયક માનવામાં આવે છે
તે પછી શિવલિંગનો અભિષેક કરવો. જલાભિષેક સૌથી વધુ લાભદાયક માનવામાં આવે છે. જળ સિવાય દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી પંચામૃત બનાવી અભિષેક કરવો. ત્યારબાદ બીલ્વપત્ર, ધતૂરા, ફૂલ, ચંદન, અક્ષત, ભાંગ, ફળ અને મીઠાઈ અર્પણ કરવી.
શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય
આ રીતે શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ આવે છે.સૌપ્રથમ, શિવલિંગ પર જળ ચઢાવતા પહેલાં શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું. સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને મનને શાંત રાખો. તાંબાના પાત્રમાં સ્વચ્છ જળ ભરી “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરતા જળ અર્પણ કરવું. જલાભિષેક હંમેશા ધીમે અને શ્રદ્ધાપૂર્વક કરવો.
શિવલિંગ પર ક્યારેય હળદર, સિંદૂર અથવા કેતકીનું ફૂલ ચઢાવવું નહીં. શિવ પુરાણ અનુસાર આ વસ્તુઓ ભગવાન શિવને પ્રિય નથી. જ્યારે બીલ્વપત્ર, ધતૂરા અને મંદારના ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. બેલપત્ર ચઢાવતા સમયે તે તૂટેલું કે કીડાવાળું ન હોવું જોઈએ.
એક મહત્વપૂર્ણ નિયમ એ છે કે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરવી. જ્યાંથી અભિષેકનું જળ બહાર નીકળે છે તે દિશાને ઓળંગવું અશુભ માનવામાં આવે છે. તેથી અડધી પરિક્રમા કરીને પાછા વળવું જોઈએ.
આ ઉપરાંત, શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ અથવા જળ સીધું હાથમાં ન લેવુ. પહેલા તેને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરીને પછી ગ્રહણ કરવું.
આ નિયમોનું પાલન કરીને અને ભક્તિભાવથી જલાભિષેક કરવામાં આવે તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ આવે છે.
આ પણ વાંચો: Shukra Nakshatra Parivartan 2026: 22 ફેબ્રુઆરીએ શુક્ર કરશે પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)