માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો અનેક ગણું ફળ આપે છે. જો તમે આર્થિક તંગી, પૈસાની અછત અથવા બચત ન થવાની સમસ્યાથી પરેશાન છો, તો આજે કરેલો એક ખાસ વાસ્તુ ઉપાય તમારી તિજોરીને હંમેશા ભરેલી રાખવામાં મદદરૂપ બની શકે છે.

શું છે આ ખાસ ઉપાય?

મહાશિવરાત્રિના દિવસે સાંજે પ્રદોષ કાળ દરમિયાન (સૂર્યાસ્ત પછીનો આશરે 1.5 કલાકનો સમય) ઘરનો ઉત્તર-પૂર્વ દિશાનો ભાગ (ઈશાન ખૂણો) સારી રીતે સાફ કરો. ત્યાં લાકડાનો બાજોઠ પાથરી તેના પર લાલ કે પીળું કપડું પાથરો. ત્યારબાદ ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ સ્થાપિત કરો. હવે તાંબાના લોટામાં પાણી, થોડું ગંગાજળ, અક્ષત (ચોખા) અને એક આખુ લવિંગ નાખી શિવલિંગ પર અર્પણ કરો.

પછી ચાંદી અથવા પીતળનો નાનો સિક્કો ભગવાનના ચરણોમાં મૂકી “ૐ નમઃ શિવાય” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જપ કરો. જપ પૂર્ણ થયા પછી તે સિક્કો તમારી તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો. ધ્યાન રાખો કે તિજોરી દક્ષિણ દીવાલ સાથે લગાડેલી હોય અને તેનુ મુખ ઉત્તર દિશા તરફ ખુલતો હોય, વાસ્તુ અનુસાર આ દિશા ધન આકર્ષે છે.

આ ઉપાય અસરકારક કેમ માનવામાં આવે છે?

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. શિવ કૃપા અને યોગ્ય દિશાનો સંયોગ આર્થિક સ્થિરતા વધારવામાં મદદ કરે છે. દર સોમવારે દીવો પ્રગટાવી અને શિવ મંત્રનો જપ કરવાથી આ શુભ અસર વધુ મજબૂત બને છે. શ્રદ્ધા, સ્વચ્છતા અને સકારાત્મક વિચાર, આ ત્રણ બાબતોનું ધ્યાન રાખશો તો માન્યતા મુજબ ધનની અછત ધીમે ધીમે દૂર થવા લાગી શકે છે.

આ પણ વાંચો: Shani Gochar 2027: 30 વર્ષ બાદ મેષ રાશિમાં પ્રવેશ, 3 રાશિને સાડાસાતી અને ઢૈયાથી મળશે મુક્તિ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)