આ વર્ષે ગ્રહોની મહાયુતિ બની રહી છે. ઓક્ટોબરમાં મંગળ, સૂર્ય અને બુધ ગ્રહની મહાયુતિ રચાઇ રહી છે. 2025માં 13 ઓક્ટોબરથી મંગળ દેવ તુલા રાશિમાં રહેશે. આદરમિયાન 17 ઓક્ટોબરે સૂર્ય દેવ તુલા રાશિમાં ગોચર કરશે, જ્યાં તેઓ 19 નવેમ્બર સુધી ત્યાં રહેશે. સૂર્ય ગોચર પહેલા 3 ઓક્ટોબરે બુધ દેવ તુલા રાશિમાં ગોચર કરશે આમ તુલા રાશિમાં મંગળ, બુધ અને સૂર્યની મહાયુતિ થશે જેનાથી આ રાશિને બમ્પર ફાયદો થશે.
કર્ક રાશિ
મંગળ, બુધ અને સૂર્યની મહાયુતિથી કર્ક રાશિના જાતકોને અનેક ફાયદો થશે. નાની મોટી મુશ્કેલીઓ દૂર થશે, સબંધો મજબૂત થશે. તમારો વિશ્વાસ તમારા દરેક કામ પૂર્ણ કરશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. માનસિક શાંતિ અને સૂખ વધશે. નોકરી કરતા લોકોને ફાયદો થશે. કાર્યશૈલીમાં સુધારો જોવા મળશે. તમારા કામની પ્રશંસા થશે.
તુલા રાશિ
તુલા રાશિમાં મંગળ, બુધ અને સૂર્યની મહાયુતિથી સફળતા પ્રાપ્ત થશે. કોઇ પણ નિર્ણય સમજી વિચારીને કરશો તો લાભ થશે. નવી નોકરી શોધતા લોકોને અવસર મળશે. તમારો સારો સમય હવે આવશે. જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની શક્યતાઓ વધશે. આ સમયગાળા દરમિયાન, તમારો આત્મવિશ્વાસ અને હિંમત ઝડપથી વધશે, જેના કારણે તમે મોટા નિર્ણયો લેવામાં અને જોખમ લેવામાં શરમાશો નહીં. આ આત્મવિશ્વાસ તમને સ્પર્ધા અને પડકારોમાં વિજયી બનાવશે.
વૃશ્ચિક રાશિ
કર્ક અને તુલા રાશિ ઉપરાંત, ઓક્ટોબર મહિનામાં મંગળ, સૂર્ય અને બુધની મહાયુતિનું નિર્માણ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું રહેશે. જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેમને પૈસા કમાવવાની તકો મળશે. ઉપરાંત, રોકાણથી નફો થવાની શક્યતાઓ છે. બીજી તરફ, નોકરી કરતા લોકોને માનસિક શાંતિ મળશે. તેમજ, સાથીદારો સાથેના સંબંધોમાં સુધારો થશે. આ ઉપરાંત, માતાનું સ્વાસ્થ્ય સુધરશે અને પારિવારિક સંબંધો મજબૂત બનશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)