આ સૂર્યનું દક્ષિણાયનથી ઉત્તરાયણમાં સંક્રાત દર્શાવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ ધાર્મિક અને જ્યોતિષીય બંને દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ છે, ગ્રહોની શુભ સ્થિતિ કેટલીક રાશિઓને ખાસ લાભ લાવશે.

મકરસંક્રાંતિના દિવસે લગભગ 23 વર્ષ બાદ એક દુર્લભ મહાસંયોગ

મકરસંક્રાંતિ 2026 આ વર્ષે ખાસ માનવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મકરસંક્રાંતિના દિવસે લગભગ 23 વર્ષ બાદ એક દુર્લભ મહાસંયોગ સર્જાઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે, જેના કારણે સૂર્ય-શનિનું વિશેષ યોગ બનશે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. ખાસ કરીને 3 રાશિઓ પર સૂર્ય અને શનિની વિશેષ કૃપા વરસવાની શક્યતા છે.

 સૂર્ય આત્મબળ, માન-સન્માન અને નેતૃત્વનો કારક છે

જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ, સૂર્ય આત્મબળ, માન-સન્માન અને નેતૃત્વનો કારક છે, જ્યારે શનિ કર્મ, અનુશાસન અને ન્યાયનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે આ બંને ગ્રહો એકસાથે શુભ સ્થિતિમાં આવે છે, ત્યારે વ્યક્તિને મહેનતનું ફળ, સ્થિરતા અને પ્રગતિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે બનતો આ મહાસંયોગ લાંબા સમય બાદ જોવા મળી રહ્યો છે, તેથી તેનો પ્રભાવ પણ વિશેષ રહેશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે આ સંક્રાંતિ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. સૂર્ય અને શનિ બંનેનો પ્રભાવ તમારી જ રાશિમાં હોવાથી કારકિર્દીમાં પ્રગતિ, નોકરીમાં પ્રમોશન અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ બનશે. સમાજમાં માન-સન્માન વધશે અને અટકેલા કામ પૂર્ણ થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને આ મહાસંયોગથી ધન લાભ અને પારિવારિક સુખ મળવાની સંભાવના છે. રોકાણમાંથી સારો વળતર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહકાર મળશે અને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ યોગ સફળતા અને સ્થિરતા લઈને આવશે. શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષા અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. મહેનતનું પૂરું ફળ મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

મકરસંક્રાંતિ 2026 પર સૂર્ય-શનિ મહાસંયોગ ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ જ્યોતિષીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે દાન-પુણ્ય, સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું અને શનિ સંબંધિત ઉપાયો કરવાથી શુભ ફળ વધુ વધે છે.

આ પણ વાંચો: Pukhraj Gemstone Benefits: પહેરીલો આ રત્ન, ચુંબકની જેમ ખેંચાઇ આવશે ધન-સંપત્તિ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)