આ તહેવાર દર વર્ષે 14 અથવા 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, સૂર્ય અને જીવનમાં સકારાત્મક પરિવર્તનનું પ્રતિક છે.

મકરસંક્રાંતિનો શાબ્દિક અર્થ

“મકર” એટલે મકર રાશિ અને “સંક્રાંતિ”નો અર્થ છે પરિવર્તન અથવા પ્રવેશ. જ્યારે સૂર્ય દેવ ધન રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ હિન્દુ પંચાંગનો એકમાત્ર તહેવાર છે જે સૌર પંચાંગ પર આધારિત છે, તેથી તેની તારીખ લગભગ સ્થિર રહે છે.

ધાર્મિક મહત્વ

હિન્દુ માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિથી ઉત્તરાયણ કાળની શરૂઆત થાય છે. આ સમયગાળામાં સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે, જેને દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે કરેલું સ્નાન, દાન, જપ અને પુણ્ય કર્મ અનેક ગણું ફળ આપે છે એવું માનવામાં આવે છે. ગંગાસ્નાન તથા તલ અને ગોળનું દાન વિશેષ મહત્વ ધરાવે છે.

પૌરાણિક માન્યતા

પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિ દેવને મળવા જાય છે. શનિ દેવ મકર રાશિના સ્વામી હોવાથી આ તહેવાર સંબંધોમાં મીઠાશ અને સમરસતાનું પ્રતિક માનવામાં આવે છે.

સામાજિક અને સાંસ્કૃતિક અર્થ

મકરસંક્રાંતિ ફસલ કાપણી( પાકને લણવાનો દિવસ)નો તહેવાર છે. તે ખેડૂતોની ખુશહાલી, નવી ફસલ અને સમૃદ્ધિનું સૂચક છે. ભારતના વિવિધ રાજ્યોમાં આ તહેવાર અલગ-અલગ નામોથી ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં ઉત્તરાયણ,

પંજાબમાં લોહડી,

તમિલનાડુમાં પોંગલ,

આસામમાં ભોગાલી બિહુ

મકરસંક્રાંતિનો અર્થ

મકરસંક્રાંતિનો અર્થ છે અંધકારમાંથી પ્રકાશ તરફ, નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ અને જીવનમાં નવા આરંભ તરફ આગળ વધવું. આ તહેવાર આપણને પ્રકૃતિ સાથે સંતુલન, દાન-પુણ્ય અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપે છે. 

આ પણ વાંચો: Nostradamus Predictions: 2026નું વર્ષ તબાહી મચાવશે? નવા વર્ષને લઇને ડરામણી ભવિષ્યવાણી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)