શુક્ર કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો ધનના દેવતા કુબેરની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે. શુક્ર લગભગ 26 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે અને તેનો પ્રભાવ 12 રાશિઓ તેમજ દેશ-દુનિયામાં પણ જોવા મળે છે. માર્ચ મહિનાની શરૂઆતમાં, હોળી પહેલાં, શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે.
શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં આવતા કેટલાક રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ મળી શકે છે.
શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં આવતા કેટલાક રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ મળી શકે છે. આ રાશીમાં પહેલાથી જ શનિ સ્થિત છે, તેથી બંને ગ્રહોની યુતિ બનશે. જ્યારે શુક્ર મજબૂત સ્થિતિમાં વિશેષ યોગ બનાવે છે, ત્યારે તેને માલવ્ય રાજયોગ કહેવામાં આવે છે. આ યોગ ભૌતિક સુખ, ધન અને ઐશ્વર્ય આપનાર માનવામાં આવે છે.
આ પંચ મહાપુરુષ રાજયોગોમાંનું એક માનવામાં આવે છે.
શુક્ર 2 માર્ચે વહેલી સવારે 1:01 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે અને 26 માર્ચ સુધી ત્યાં રહેશે. આ સમયગાળા દરમિયાન માલવ્ય રાજયોગ બનવાથી મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોને ખાસ લાભ મળી શકે છે. આ પંચ મહાપુરુષ રાજયોગોમાંનું એક માનવામાં આવે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ યોગ અનુકૂળ રહી શકે છે. દ્વાદશ ભાવમાં શુક્ર હોવાને કારણે સુખ-સુવિધાઓમાં વધારો થશે, પરંતુ લક્ઝરી જીવનશૈલી પર ખર્ચ પણ વધી શકે છે. સિંગલ લોકો માટે સારો જીવનસાથી મળવાની સંભાવના છે. લગ્નના યોગ બનશે. આરોગ્ય સારું રહેશે અને આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. લાંબી મુસાફરીના યોગ પણ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય લાભદાયક રહેશે. અષ્ટમ ભાવમાં શુક્રથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. ભાગીદારીના વેપારમાં લાભ મળી શકે છે. નોકરીયાત માટે પણ સમય સકારાત્મક છે. લાંબા સમયથી કરેલી મહેનતનું ફળ મળશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ માટે આ યોગ વિશેષ માનવામાં આવે છે. પંચમ ભાવમાં શુક્રથી સંતાન, શિક્ષણ અને આર્થિક લાભના સંકેત છે. સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ લાભ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને આવકના નવા માર્ગ ખુલશે.
આ પણ વાંચો: Surya Grahan 2026: ક્યારે થશે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ? સૂતક કાળ માન્ય રહેશે ?
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)