મંગળનું આ ગોચર 27 ઓક્ટોબર, બપોરે 3:53 વાગ્યે થયું. મંગળ ગોચરની આ જ્યોતિષીય ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંગળનું પોતાની રાશિમાં ગોચર ઘણી રાશિઓ માટે શુભ છે. આ રાશિઓને ભાગ્ય અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થશે. ચાલો તમને જણાવીએ કે આ મંગળ ગોચરથી કઈ રાશિઓને ફાયદો થશે.
મંગળનું સ્વરાશિમાં ગોચર આ જાતકો માટે ફાયદાકારક
કર્ક રાશિ
મંગળ કર્ક રાશિના પાંચમા સ્થાને ગોચર કર્યુ છે મંગળનું આ ગોચર કર્ક રાશિના લોકો માટે સકારાત્મક રહેશે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વિદ્યાર્થીઓનો સમય સારો રહેશે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બાબતો પણ તમારા માટે અનુકૂળ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર શુભ છે. નોકરીમાં તમને લાભ અને કામકાજમાં તમારા પક્ષમાં પરિવર્તનનો અનુભવ થશે. તમને પ્રમોશન મળી શકે છે. મંગળના ગોચરના પ્રભાવથી તમને નાણાકીય લાભ થઈ શકે છે. મંગળ તમારા માટે શુભ પરિણામ આપનાર રહેશે. જીવનમાં પ્રગત્તિના દ્વાર ખુલશે. સમસ્યાઓથી રાહત મળશે.
મકર રાશિ
આ ગોચર મકર રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને નાણાકીય બાબતોમાં આ તમારા માટે સારો સમય રહેશે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે મંગળનું ગોચર શુભ છે. મંગળનું ગોચર તમને નાણાકીય લાભ અપાવી શકે છે. તમે ઉધાર આપેલા જૂના પૈસા પાછા મળી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ આ તમારા માટે સારો સમય છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)