મંગળ કુંભ રાશિમાં 2 એપ્રિલ 2026 સુધી રહેશે. મંગળનું આ ગોચર સામાન્ય નથી, કારણ કે જ્યારે મંગળ કુંભમાં પ્રવેશ કરશે, ત્યારે ત્યાં પહેલેથી જ સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ સ્થિત છે. આ કારણે અતિ શક્તિશાળી દુર્લભ પંચગ્રહી યોગ રચાશે. સાથે જ ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં સ્થિત રહી આ ગ્રહો પર નવમી દ્રષ્ટિ મૂકી રહ્યા છે. તેથી કેટલાક રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળી શકે છે. આ રાશિઓના જીવનમાં અનેક અપ્રત્યાશિત ફેરફારો જોવા મળી શકે છે.
મેષ રાશિ (Aries Zodiac)
મેષ રાશિના જાતકો માટે મંગળનો ગોચર લાભકારી હોઈ શકે છે. આ રાશિના એકાદશ ભાવે મંગળ ગોચર કરશે. આ ભાવે જ પંચગ્રહી યોગ પણ રચાઈ રહ્યો છે. આ સમયગાળામાં આવકના નવા સ્ત્રોત ખુલવાના છે. જીવનનો એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે. અટકેલા કામ પૂર્ણ થઇ શકે છે. નોકરીયાત જાતકો માટે પ્રમોશનના યોગ બન્યા છે. કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે, જેના દ્વારા સફળતા મેળવી શકાય છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો લાભકારી હોઈ શકે છે. રિયલ એસ્ટેટ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ક્ષેત્રોમાં લાભની શક્યતા છે. શત્રુઓ પર વિજય મળશે. પ્રેમજીવન સારું રહેશે અને પાર્ટનર સાથે સમય સારી રીતે પસાર થશે.
મિથુન રાશિ (Gemini Zodiac)
મિથુન રાશિમાં મંગળ નવમ ભાવે ગોચર કરશે. આ રાશિના જાતકોને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળી શકે છે. કામકાજ માટે લાંબી મુસાફરી થઈ શકે છે, જેનાથી સારો લાભ થશે. વિદેશ જવાના પણ યોગ બનતા જણાય છે. વેપારમાં વિસતારનો અવસર મળશે અને મફતાના યોગ છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેતી રહેશે. આધ્યાત્મિક તરફ ઝુકાવ આવશે, જેના કારણે પાર્ટનર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકાય છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું મોકો મળી શકે છે. હિંમત અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
સિંહ રાશિ (Leo Zodiac)
સિંહ રાશિમાં મંગળ સાતમ ભાવે ગોચર કરશે. દાંપત્ય જીવન પર સારો અસર જોવા મળશે, પરંતુ પોતાનું અહંકાર દૂર રાખવું જરૂરી છે, નહીંતર સંબંધોમાં કડવાશ રહેશે. વેપાર ક્ષેત્રમાં લાભ મળશે, ખાસ કરીને ભાગીદારીના વેપારમાં. નવા ડીલ અથવા પ્રોજેક્ટ મળવાની શક્યતા છે, જેના દ્વારા મોટો લાભ મેળવી શકાય છે. આરોગ્ય સારું રહેશે. કારકિર્દીમાં પણ સકારાત્મક અસર દેખાશે.
આ પણ વાંચો: Mangal Rahu yuti 2026: શનિના ઘરમાં રાહુ-મંગળની યુતિ, એપ્રિલ સુધી જરા સંભાળવુ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)